હવે આ શહેરમાં ચાલશે અન્ડરવોટર મેટ્રો, પિયુષ ગોયલે શૅર કર્યો

08 August, 2019 08:43 PM IST  | 

હવે આ શહેરમાં ચાલશે અન્ડરવોટર મેટ્રો, પિયુષ ગોયલે શૅર કર્યો

ભારતમાં આવનારા સમયમાં જમીન પર ચાલનારી મેટ્રો હવે પાણીની અંદર પણ ચાલશે આ મેટ્રો નદીની વચ્ચેથી થઈને તમને હવે તમારા ડેસ્ટિનેશન પર પહોંચાડશે. ભારત સરકારની આ મેટ્રો કોલકાતમાં હુગલી નદીની નીચેથી નીકળશે. ભારતીય રેલવેએ આ ટ્રેક બનાવવા માટે તૈયારી કરી લીધી છે. આ ટ્રેન ચલાવવા માટે ખાસ સુરંગ બનાવવામાં આવી રહી છે. આ સુરંગ 520 મીટર લાંબી અને આશરે 30 ફૂટ ઉંડી છે. રેલ પ્રધાન પિષુય ગોયલે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

કોલકાતા મેટ્રોની આ ટ્રેન સોલ્ટ સેક્ટર 5થી હાવડા મેદાન વચ્ચેનું 16 કિલોમીટરની મુસાફરી કરાવશે. મેટ્રોનો આ પ્રોજેક્ટ કુલ 2 ફેઝમાં તૈયાર કરી દેવામાં આવી છે જેમાંથી પહેલા ફેઝને આવનારા થોડા સમયમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે એટલે કે લોકો આ ખાસ યાત્રાનો લાભ ટૂંક સમયમાં જ ઉઠાવી શકશે. ટ્રેનને પાણીથી સુરક્ષા આપવા માટે 4 હાઈ ટેક સુરક્ષા કવચ સુરંગની અંદર લગાવવામાં આવશે. રેલ પ્રધાન પિયુષ ગોયલે આ પ્રોજેક્ટનો વીડિયો ટ્વીટ કર્યો હતો.

આ પણ વાંચો: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન એનાયત

મળતી માહિતી અનુસાર આ ટ્રેનમાં સુરંગ પાર કરવા માટે માત્ર 1 મિનિટનો સમય લાગશે. હુબલી નદીની અંદર બની રહેલી સુરંગ હાઈ ટેક ટેક્નીક માટેનું ઉદાહરણ છે કારણ કે, આ પહેલા જમીન નીચે સુરંગમાં ચાલનારી ટ્રેન ક્યારેય કોઈ પણ નદીની અંદરથી નીકળી નથી. આ પ્રોજેક્ટ સાથે ભારતીય રેલવે નવો કિર્તીમાન રચશે. છેલ્લા ઘણા સમયથી ભારતીય રેલવે ઘણી નવી યોજનાો પર કામ કરી રહ્યું છે. પિષુષ ગોયલ દ્વારા ભારતીય રેલવેમાં પરિવર્તન લાવવા માટે જરૂર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.

indian railways gujarati mid-day