રાહતના સમાચાર: કોરોનાગ્રસ્તોની ટકાવારી ઘટીને 2.83 ટકાએ પહોંચી

03 June, 2020 09:44 AM IST  |  New Delhi | Agencies

રાહતના સમાચાર: કોરોનાગ્રસ્તોની ટકાવારી ઘટીને 2.83 ટકાએ પહોંચી

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીની વિરુદ્ધ દેશમાં જંગ છેડાયો છે. આ જીવલેણ વાઇરસને માત આપવા માટે દરેક રાજ્યએ મોટી તૈયારી કરી રાખી છે. ખૂબ જ સંક્રમણ હોવાના લીધે આ બીમારીની ઝપટમાં આવનારા લોકોની સંખ્યા તો દરરોજ વધી રહી છે, પરંતુ સારી વાત એ છે કે કોવિડ-19થી દેશમાં મોતનો આંકડો ઘટી રહ્યો છે અને આ બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ધીમે-ધીમે ભારતમાં કોરોના નબળો પડતો રહ્યો છે અને આ ટ્રેન્ડ રહ્યો તો ટૂંક સમયમાં જ બીમાર થનારાઓની સામે સ્વસ્થ થનારાઓની સંખ્યા વધી ગઈ હશે.

૪૫ દિવસ પહેલાં કોવિડ-19થી બીમાર લોકોનાં મોતની ટકાવારી ૩.૩ ટકા હતી જ્યારે એ ઘટીને ૨.૮૩ ટકા થઈ ગયો છે. ૧૮ મેના રોજ મૃત્યુદર ૩.૧૫ ટકા હતો જે ૩ મેના રોજ ૩.૨૫ ટકા હતો. ભારતમાં એક દિવસમાં સૌથી વધુ મોતનો સરકારી આંકડો ૨૩૦ છે. દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને ૫૩૯૪ સુધી પહોંચી ગઈ છે અને એનાથી બીમાર લોકોની સંખ્યા ૧ લાખ ૯૦ હજારથી વધુ છે.

new delhi national news coronavirus covid19 lockdown