ભારતીય રેલવેને પણ નડી મંદી, બોર્ડના અધિકારીઓની સંખ્યા ઘટાડવા માટે આદેશ

20 October, 2019 07:55 PM IST  |  New Delhi

ભારતીય રેલવેને પણ નડી મંદી, બોર્ડના અધિકારીઓની સંખ્યા ઘટાડવા માટે આદેશ

ભારતીય રેલવે

New Delhi : રેલવે બોર્ડે પોતાના 25 ટકા અધિકારીઓને ઝોનલ ઓફિસમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત નિર્દેશક અને તેની ઉપરના 50 અધિકારીઓને દેશભરમાં ઝોનલ ઓફિસમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ નિર્ણય ઝોનલ કાર્યાલયોની ક્ષમતાને વધારવા માટે કરવામાં આવેલ છે. હાલમાં રેલવે બોર્ડમાં 200 અધિકારી છે. આ નિર્ણય લાગુ થયા બાદ આ સંખ્યા ઘટીને 150 થઈ જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવેની ક્ષમતા વધારવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. લાંબા સમયથી એવું જોવામાં આવતુ હતું કે બોર્ડમાં અનેક કર્મચારી એક જેવું જ કામ કરતા હતા. બીજીબાજુ ઝોનલ રેલવે કાર્યાલયોમાં કાર્યક્ષમતા વધારવા માટે વરિષ્ઠ અધિકારીઓની જરૂરહતી.


દેવરોય સમિતિએ પુનઃગઠનની ભલામણ કરેલી
રેલવેનું આ પગલું રેલવે પ્રધાન પીયુષ ગોયલના 100 દિવસના એજન્ડાનો એક ભાગ છે. રેલવે બોર્ડના આકાર અંગે આ પ્રકારનો નિર્ણય વર્ષ 2000 માં અટલ બિહારી વાજપાયીની સરકારે કર્યો હતો. વર્ષ 2015માં ભારતીય રેલવેમાં સુધારા માટે રચવામાં આવેલ વિવેક દેવરોય સમિતિને બોર્ડના પુનઃગઠનની ભલામણ કરી હતી.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ભારતીય રેલવેમાં જરૂરિયાત કરતાં વધારે કર્મચારી હોવાનું સામે આવ્યું
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે બોર્ડ સહિત રેલવેમાં કર્મચારીઓ વધારે પ્રમાણમાં છે. આ સંગઠનની ક્ષમતાને અસર થઈ રહી છે. રેલવે યોગ્ય રીતે કામ કરી શકે અને તેને હકીકતમાં કેટલા કર્મચારીઓની જરૂર છે તે અંગે ગંભીરતાથી પ્રયાસ કરવામાં આવેલા નથી. આ કામમાં પ્રગતિ માટે રાજકીય ઈચ્છા શક્તિની ઉણપ રહી છે.રેલવે પ્રધાન પીયુષ ગોયલે પણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકમાં કર્મચારીઓની સંખ્યાની સમીક્ષા કરવા આદેશ આપ્યા છે.

national news indian railways