રાષ્ટ્રપતિએ નાગરિકતા બિલને આપી મંજુરી, વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા

13 December, 2019 10:50 AM IST  |  New Delhi

રાષ્ટ્રપતિએ નાગરિકતા બિલને આપી મંજુરી, વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા

રામનાથ કોવિંદ

લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા બિલ પાસ થઇ ગયા બાદ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે મોડી રાત્રે આ બિલને મંજુરીની મહોર લગાવી દીધી છે. આમ હવે આ બિલ ભારતનો વિધેયક કાયદો બની ગયો છે. હવે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવતા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે.



આ ત્રણેય દેશોના કુલ 31 હજારથી વધુ શરણાર્થી લોન્ગ ટર્મ વીઝા પર
સંસદે 2016માં સિટિઝનશિપ અમેન્ડમન્ટ બિલ(CAB)ને જેસીપીની પાસે મોકલ્યું હતું. તેમાં લોકસભામાંથી 19 અને રાજ્યસભામાંથી 9 સભ્યો હતા. આઈબી અને રોના પ્રતિનિધિઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. સમિતિના અધ્યક્ષ ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ હતા. જેસીપીના રિપોર્ટને 7 જાન્યુઆરી 2019ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતા. તેમાં આઈબી તરફથી કહેવામાં આવ્યું છે કે સિટિઝનશિપ અમેન્ડમન્ટ બિલ(CAB) લાગુ થવાની સાથે જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તામાંથી ભારતમાં આવેલા 31,313 શરણાર્થીઓને તાત્કાલિક ભારતીય નાગરિકતા મળી જશે. આ એવા લોકો છે, જે પોતાના દેશમાં ધાર્મિક આધાર પર હેરાનગતિનો શિકાર થયા અને તેના આધાર પર જ ભારતે તેમને લોન્ગ ટર્મ વિઝા આપ્યા. આ 31,313 શરણાર્થીઓમાંથી 25,447 હિન્દુ છે. બીજા નંબર પર શીખ છે, જેમની સંખ્યા 5807 છે. ખ્રિસ્તી 55, પારસી અને બૈદ્ધ 2-2 છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ત્રણ દેશોમાંથી એક લાખથી વધુ શરણાર્થી ભારતમાં
લોકસભામાં છ સાંસદોએ શરણાર્થીઓની સંખ્યા પર સવાલ કર્યા હતા. 1 માર્ચ 2016ના રોજ તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજૂએ તેનો જવાબ આપ્યો હતો. તેમણે 31 ડિસેમ્બર 2014ની સ્થિતિ મુજબ દેશના રાજ્યોમાં રહી રહેલા શરણાર્થીઓની સંખ્યા વિશે જણાવ્યું હતું. તે મુજબ, દેશમાં 2,89.394 શરણાર્થી હતા, જેમાંથી 1,16,085 શરણાર્થી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તામાંથી આવ્યા હતા. જોકે તત્કાલીન મંત્રીના જવાબમાં એ જણાવવામાં આવ્યું ન હતું કે શરણાર્થી કયા ધર્મના છે.

national news ram nath kovind