વિશ્વ માટે કોવિડ-19 વેક્સિન બનાવવામાં ભારત સક્ષમ- બિલ ગેટ્સ

16 July, 2020 03:12 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

વિશ્વ માટે કોવિડ-19 વેક્સિન બનાવવામાં ભારત સક્ષમ- બિલ ગેટ્સ

બિલ ગેટ્સે કોરોના વેક્સીનને લઈને આપ્યું નિવેદન

માઇક્રોસૉફ્ટ(Microsoft)ના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે(Bill Gates) કહ્યું કે ભારતીય દવા ઉદ્યોગ દેશ માટે જ નહીં, પણ આખા વિશ્વ માટે કોવિડ-19(Covid-19)ની વેક્સિન(vaccine) બનાવવામાં સક્ષમ છે. બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન(Bill and Melinda Gates Foundation)ના સહ-પ્રમુખ અને ન્યાસીએ કહ્યું કે ભારતમાં ઘણી ખૂબ જ મહત્વની બાબતો થઈ છે અને આનો દવા ઉદ્યોગ કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં કામ કરી રહ્યો છે. 'કોવિડ-19: વાયરસ વિરુદ્ધ ભારતની લડાઇ' નામના વૃત્તચિત્રમાં તેમણે કહ્યું કે ભારતને પોતાની વિશાળ આબાદી અને શહેરી કેન્દ્રોને કારણે સ્વાસ્થ્ય સંકટની એક મોટી ચેતવણીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વૃત્તચિત્રને ડિસ્કવરી પ્લર ચેનલ પર ગુરુવારે સાંજે પ્રસારિત કરવામાં આવશે. ભારતના દવા ઉદ્યોગની ક્ષમતાઓ વિશે તેમણે જણાવ્યું કે, "ભારતમાં ખૂબ જ વધારે ક્ષમતા છે. અહીંની દવા અને વેક્સીન કંપનીઓ આખા વિશ્વ માટે વિશાળ આપૂર્તિકર્તા છે. તમે જાણો છો કે ભારતમાં સૌથી વધારે ટીકા બનાવવામાં આવે છે. તેમણે કહ્યું કે અહીં બાયો ઇ, ભારત બાયોટૅક અને અન્ય ઘણી સંસ્થાઓ છે જે કોરોના વાયરસ વેક્સીન બનાવવામાં મદદ માટે કામ કરી રહી છે."

આ પણ વાંચો : કોરોના સામે લડવાની તૈયારીઓ માટે બિલ ગેટ્સે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

તેમણે કહ્યું કે, "હું ઉત્સાહિત છું કે ત્યાંનો દવા ઉદ્યોગ ફક્ત ભારત માટે જ નહીં, પણ આખા વિશ્વ માટે (વેક્સીનનું) ઉત્પાદન કરી શકશે. આપણે મરણાંક ઘટાડવામાં, અને એની ખાતરી કરવાની જરૂર છે કે આ બીમારીને ખતમ કરવા માટેની રોગ પ્રતિકારક શક્તિ આપણી અંદર રહે." ગેટ્સે કહ્યું કે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન પણ સરકારની એક ભાગીદાર છે અને વિશેષ રૂપે જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) અને પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય સાથે મળીને કામ કરે છે.

national news coronavirus covid19 bill gates india