મોદી સરકાર નોકરીયાતો માટે આપી શકે છે સારા સમાચાર

14 June, 2019 04:34 PM IST  |  નવી દિલ્હી

મોદી સરકાર નોકરીયાતો માટે આપી શકે છે સારા સમાચાર

File Photo

નરેન્દ્ર મોદીએ બીજીવાર સરકાર બનાવ્યા બાદ હવે 5 જુલાઇના રોજ બજેટ રજુ કરશે. મળી રહેલ માહિતી પ્રમાણે આ બજેટમાં મોદી સરકાર હવે નોકરીયાતોને મોટી ખુશખબરી આપવા જઇ રહી છે. 5 જુલાઇએ આગામી બજેટમાં નોકરીયાતો માટે મોટા એલાનની સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવકવેરા મુક્તિ મર્યાદાને વધારી શકાય છે. નાણા મંત્રાલયના સૂત્રોના અનુસાર ઇનકમ ટેક્સની છૂટની સીમાને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. ગત નાણાકીય વર્ષ સુધી ઇનકમ ટેક્સ સીમા 2.5 લાખ રૂપિયા હતી. ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકારે બજેટમાં ટેક્સપેયર્સને થોડી વધુ રાહતની સીમા વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી.

શું છે નવો પ્લાન
સૂત્રોના અનુસાર, હવે ઇનકમ ટેક્સ છૂટની સીમાને સીધી 5 લાખ રૂપિયા કરવાની તૈયારી છે. એટલે કે આ વખતે બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જોકે ગત બજેટમાં પણ 5 લાખની આવકને ટેક્સ મુક્ત કરવામાં આવી હતી. પરંતુ તે રિબેટ સાથે છૂટ આપવામાં આવી હતી. હવે સીધી 5 લાખ સુધી ઇનકમ ટેક્સ છૂટ આપવા પર વિચાર ચાલી રહ્યો છે. જો આમ થયું તો ટેક્સપેયર્સને મોટી રાહત મળી શકે છે.

શું મળી હતી ભેટ
લોકસભાની ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલા બજેટમાં 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને હવે ટેક્સ આપવાની જરૂર નથી. એવા લોકો જેમની આવક 6.5 લાખ રૂપિયા સુધી છે અને તેમને જીવન વીમા, પાંચ વર્ષની સ્થિર થાપણ તથા અન્ય ટેક્સ બચતવાળી યોજનાઓમાં રોકાણ કર્યું છે તો તેમને પણ પોતાની સંપૂર્ણ આવક પર છૂટ મળી શકે છે.

આ પણ વોંચો : TCSના 100થી વધુ કર્મચારીઓને મળે છે વાર્ષિક એક કરોડથી વધારે પગાર

ટેક્સ સ્લૈબમાં થયો ન હતો ફેરફાર
5 લાખ સુધીની ટેક્સેબલ ઇનકમને ટેક્સ ફ્રી કરવામાં આવી. જોકે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. પાંચ લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત આયક સંપૂર્ણપણે કર મુક્ત હશે અને વિભિન્ન રોકાણની સાથે 6.50 લાખ રૂપિયા સુધીની આવકની વ્યક્તિગત ઇનકમ પર કોઇ ટેક્સ ચૂકવવો નહી પડે. વ્યક્તિગત ટેક્સ છૂટનો દર વધારતાં ત્રણ કરોડ ટેક્સપેયર્સને 18,500 કરોડ રૂપિયા સુધીનો ટેક્સ લાભ મળશે. પગારદારો માટે સ્ટાડર્ડ ડિડક્શનને 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યું છે.

narendra modi income tax department