ઇનકમ ટેક્ષ અને વીમા પોલીસીને લઇને બદલાયા નીયમો, તમારા પર થશે મોટી અસર

17 June, 2019 10:54 PM IST  |  Ahmedabad

ઇનકમ ટેક્ષ અને વીમા પોલીસીને લઇને બદલાયા નીયમો, તમારા પર થશે મોટી અસર

Ahmedabad : કાયદાને લઇને દેશમાં બે મોટા ફેરફાર થયા છે. જેની સીધી અસર સામાન્ય જનતાને પડશે. જેમાં પહેલો નિયમ ઇનકમ ટેક્ષ અને બીજો નિયમ ઇન્શ્યોરન્સને લઇને બદલાવ આવ્યા છે. શું ફેરફાર થયા છે તેની તમને વિગતવાર માહિતી આપીએ.

પહેલો નિયમ
ઇનકમ ટેક્ષને લઇને નિયમમાં બદલાવ આવ્યો છે. 17 જૂને ઈનકમ ટેક્સથી જોડાયેલો નિયમ બદલાઈ ગયો છે. નવા નિયમ હેઠળ હવે મની લોન્ડ્રિંગ, ભ્રષ્ટાચાર, બેનામી સંપતિ રાખનારા અને વિદેશઓમાં બેનામી સંપતિ રાખનારા જેવા ગંભીર મામલામાં કોઈ વ્યક્તિ માટે ઈન્કમ ટેક્સ ચોરીને લઈને રાહત મેળવવા માટે તમામ દરવાજા બંધ થઈ ગયા છે. આ સંબંધમાં કેન્દ્રીય ઈન્કમ ટેક્સ બોર્ડે આદેશ આપ્યો છે.



બીજો નિયમ
16 જૂનથી ગાડી અને ટુ-વ્હીલર વાહનોનો થર્ડ પાર્ટી વીમો મોંઘો થઈ ગયો છે. IRDAના આદેશ મુજબ 1000 CCથી ઓછી ક્ષમતાવાળી નાની ગાડીનો થર્ડ પાર્ટી વીમાના પ્રિમિયમમાં 12 ટકાનો વધારો થયો છે. હવે પ્રિમિયમ 1850 રૂપિયાથી વધીને 2072 રૂપિયા થયુ છે.


ત્યારે 1000-1500 CCના વાહનોનું વીમા પ્રિમિયમ 12.5 ટકા વધીને 3221 રૂપિયા થઈ ગયું છે. જો ટુ-વ્હીલરની વાત કરવામાં આવે તો 75 CCથી ઓછી ક્ષમતા ધરાવતા ટુ-વ્હીલર માટે થર્ડ પાર્ટી પ્રિમિયમ 12.88 ટકા વધીને 482 રૂપિયા થઈ ગયુ. ત્યારે 75થી 150 CCના ટૂ-વ્હીલર વાહન માટે પ્રિમિયમ 752 રૂપિયા કરવામાં આવ્યુ છે. આ પ્રકારે 150-350 CCની ક્ષમતાવાળા ટુ-વ્હીલર વાહનો માટે થર્ડ પાર્ટી વીમા પ્રિમિયમમાં સૌથી મોટો વધારો થયો છે. મોટર વ્હીકલ્સ એક્ટ હેઠળ બધા જ મોટર વાહનો માટે થર્ડ પાર્ટી મોટર વીમો લેવો જરૂરી છે. આ વીમા પોલિસી તમારા વાહનથી બીજા લોકો અને તેમની સંપતિને થયેલા નુકસાનને કવર કરે છે.

આ પણ વાંચો : આવકવેરા રિટર્ન ભરતા સમયે રાખો આટલું ધ્યાન, નહીં તો આવશે નોટિસ


નવા આદેશ મુજબ ટેક્સ ચોરીના મામલે દંડ વગેરે ચૂકવીને તમે છુટી શક્શો નહી. નવા નિયમ મુજબ વિભાગ આ પ્રકારની રાહત કેટલાક મામલામાં સિમિત રાખી શકે છે. તેના માટે સંબંધિત વ્યક્તિ કે વ્યવહાર માટે ગુન્હો કેટલો મોટો છે, તે જોવામાં આવશે સાથે જ તેમાં પ્રત્યેક મામલામાં તથ્યો અને પરિસ્થિતીઓ પર પણ નજર કરવામાં આવશે.

gujarat national news income tax department