હાજીપુર સેક્ટરમાં ઠાર મરાયા પાકિસ્તાની સૈનિક

14 September, 2019 01:37 PM IST  |  હાજીપુર સેક્ટર

હાજીપુર સેક્ટરમાં ઠાર મરાયા પાકિસ્તાની સૈનિક

હાજીપુર સેક્ટરમાં ઠાર મરાયા પાકિસ્તાની સૈનિક

ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો છે. PoKના હાજીપુર સેક્ટરમાં પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાને યુદ્ધ વિરામાનો ભંગ કર્યા બાદ ભારતીય જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપતા સૈનિકોને ઠાર માર્યા છે. માર્યા ગયેલા પોતાના જવાનોના મૃતદેહ લેવા માટે પાકિસ્તાન સૈનિકો સફેદ ઝંડા લહેરાવતા આવ્યા અને મૃતદેહ લઈ ગયા.

ભારતીય સેનાએ સફેદ ઝંડો જોઈ તેનું માન રાખ્યું, તેમણે પાકિસ્તાનના સૈનિકો પર ગોળી ન ચલાવી અને તેમને મૃતદેહ લઈ જવા દીધો. આ ઘટના એલઓસીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

બે દિવસ બાદ પણ પોતાના સૈનિકોના મૃતદેહને ન લઈ ગયું પાકિસ્તાન
સેનાના સૂત્રોએ કહ્યું કે 10-11 સપ્ટેમ્બરે ભારતીય સેનાના જવાનોએ ગુલામ કશ્મીરના હાજીપુર સેક્ટરમાં સિપાહી ગુલામ રસૂલને ઠાર માર્યો હતો. રસૂલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવનગરથી હતો. શરૂઆતમાં પાકિસ્તાનના સૈનિકોએ સંઘર્ષ વિરામના ઉલ્લંઘનને તેજ કરતા મૃતદેહ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનના વધુ એક સૈનિકને ઠાર મારવામાં આવ્યો. સેનાના સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાન સતત બે દિવસથી પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ મૃતદેહને ન મેળવી શક્યું.

આ પણ જુઓઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે. જેનો ભારતીય સેના જવાબ આપી રહી છે. પુંછમાં પણ શનિવારે એલઓસી પાસે ચોકીઓ પર અને ગામમાં મોર્ટારમારો કરવામાં આવ્યો હતો. તો આ પહેલા કેરન સેક્ટરમાં પણ પાકિસ્તાની સૈનિકને ઠાર મારવામાં આવ્યા હતા.

pakistan jammu and kashmir