આર્મીડેની પરેડમાં જવાનોની બહાદુરી જોવા મળી

16 January, 2023 11:31 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ ઇવેન્ટમાં આર્મી એવિયેશનના ધ્રુવ અને રુદ્ર હેલિકૉપ્ટર્સ તેમ જ ઇન્ડિયન ઍર ફોર્સનાં સુખોઈ-30એમકેઆઇ દ્વારા ફ્લાય-પાસ્ટ કરવામાં આવ્યું હતું

બૅન્ગલોરમાં ગઈ કાલે ગોવિંદા સ્વામી પરેડ ગ્રાઉન્ડમાં ૭૫મા આર્મી-ડેના સેલિબ્રેશન્સ દરમ્યાન પર્ફોર્મ કરી રહેલી આર્મી સર્વિસ કૉર્પ્સની ટૉર્નેડો ટીમ. તસવીર પી.ટી.આઇ.

બૅન્ગલોર : ૭૫મી આર્મીડે પરેડ ગઈ કાલે બૅન્ગલોરમાં યોજાઈ હતી. ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડેએ પરેડની સમીક્ષા કરી હતી અને બહાદુરીના અવૉર્ડ્સ આપ્યા હતા. પરેડમાં જવાનોની બહાદુરી જોવા મળી હતી. ૧૫ જાન્યુઆરીએ યોજાતી આર્મી-ડેની પરેડ પહેલી વખત દેશની રાજધાનીની બહાર યોજાઈ હતી.

બહાદુરી બતાવી રહેલો ઇન્ડિયન આર્મીનો પૅરાટ્રૂપર.

વાસ્તવમાં ભારત સરકાર મહત્ત્વના કાર્યક્રમોને માત્ર દેશની રાજધાની પૂરતા સીમિત ન રાખીને દેશના જુદા-જુદા ભાગમાં યોજવા ઇચ્છે છે. આ ઇવેન્ટમાં આર્મી એવિયેશનના ધ્રુવ અને રુદ્ર હેલિકૉપ્ટર્સ તેમ જ ઇન્ડિયન ઍર ફોર્સનાં સુખોઈ-30એમકેઆઇ દ્વારા ફ્લાય-પાસ્ટ કરવામાં આવ્યું હતું. ડ્રોન્સ પણ ડિસ્પ્લે કરાયાં હતાં. આ આર્મી-ડે પરેડમાં કૂચ કરનારી સુરક્ષા ટુકડીઓમાં મદ્રાસ એન્જિનિયરિંગ ગ્રુપ, બૉમ્બે સૅપર્સ, આર્ટિલરી રેજિમેન્ટ, પેરાશૂટ રેજિમેન્ટ અને મદ્રાસ રેજિમેન્ટનો સમાવેશ થાય છે.

national news karnataka bengaluru indian army indian air force indian navy