25 November, 2026 03:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સંવેદનશીલ માહિતી લીક થતી અટકાવવા ભારતીય સેનાએ પોતાના અધિકારીઓ અને જવાનો માટે નવી ઍડ્વાઇઝરી જાહેર કરીને ૮૭ ઍપ્સના ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો હતો. ‘બૅન્ડ ઍપ્સ’ શીર્ષક હેઠળ જાહેર કરાયેલી આ યાદીમાં સામેલ ઍપ્સ ફોનમાં વાપરનારા સામે કડક ઍક્શન લેવાની ચેતવણી અપાઈ હતી. એમાં ભારત સરકારે અગાઉ પ્રતિબંધિત કરેલી અનેક ચીની ઍપ્સ પણ સામેલ છે.
પ્રતિબંધિત ઍપ્સમાં મેસેજિંગ માટે વીચૅટ, ક્યુક્યુ, કિક, ઊવૂ, નિમ્બઝ, હેલો, ક્યુઝોન, શૅરચૅટ, વાઇબર, લાઇન, આઇએમઓ, સ્નો, ટોટૉક અને હાઇક; સોશ્યલ મીડિયામાં ફેસબુક, બાયડુ, એલો અને સ્નૅપચૅટ; વિડિયો-લાઇવ સ્ટ્રીમિંગમાં ટિકટૉક, લાઇકી, સમોસા, ક્વાલી, લાઇવમી, બિગોલાઇવ, ઝૂમ, ફાસ્ટ ફિલ્મ્સ, વીમેટ, અપલાઇવ અને વિગો વિડિયો સામેલ છે. કન્ટેન્ટ શૅરિંગ અને બ્રાઉઝિંગમાં શૅરઇટ, ઝેન્ડર, ઝેપ્યા, યુસી બ્રાઉઝર અને યુસી બ્રાઉઝર મિની; યુટિલિટીમાં કૅમસ્કૅનર, બ્યુટી પ્લસ અને ટ્રૂકૉલર તથા ગેમિંગમાં પબજી, નોનો લાઇવ, ક્લૅશ ઑફ કિંગ્સ, ઑલ ટેન્સેન્ટ ગેમિંગ ઍપ્સ અને મોબાઇલ લેજન્ડ્સ પર રોક લગાવાઈ છે.
આ ઉપરાંત ઈ-કૉમર્સ ઍપ્સ ક્લબ ફૅક્ટરી, અલીએક્સપ્રેસ, ચાઇનાબ્રૅન્ડ્સ, ગિયરબેસ્ટ, બૅન્ગગુડ, મિનીઇનધબૉક્સ, ડીએચગેટ, લાઇટઇનધબૉક્સ, ડીએક્સ, એરિકડ્રેસ, ઝાફુલ, ટીબીડ્રેસ, મૉડલિટી, રોઝગૅલ, શીઇન અને રૉમવે; ડેટિંગ ઍપ્સ ટિન્ડર, ટ્રૂલીમૅડલી, હૅપ્પન, આઇલ, કૉફી મીટ્સ બેગલ, વૂ, ઓકેક્યુપિડ, હિન્જ, બડૂ, અઝાર, બમ્બલ, ટૅનટૅન, એલિટ સિંગલ્સ, ટૅગ્ડ અને કાઉચ સર્ફિંગ તેમજ ન્યુઝ, બ્લૉગ અને અન્ય ઍપ્સ યેલ્પ, ટમ્બલર, રેડિટ, ફ્રેન્ડ્સ ફીડ્સ, પ્રાઇવેટ બ્લૉગ્સ, ન્યુઝ ડૉગ, ડેઇલી હન્ટ, 360 સિક્યૉરિટી, પ્રતિલિપિ, હીલ ઑફ વાય, પૉપએક્સઓ, વોકલ, હંગામા અને સૉન્ગ્સ.પીકે પર પ્રતિબંધ મુકાયો છે.