ચીનની સીમા પર ભારતીય સેના સતર્ક, હોવિત્ઝર, ચિનુક હેલિકૉપ્ટર થશે તહેનાત

14 September, 2019 10:49 AM IST  |  નવી દિલ્હી

ચીનની સીમા પર ભારતીય સેના સતર્ક, હોવિત્ઝર, ચિનુક હેલિકૉપ્ટર થશે તહેનાત

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : (જી.એન.એસ.) ભારતીય સેના ટૂંક સમયમાં અરુણાચલ પ્રદેશ પાસે આવેલી ચીની સરહદ પર અત્યાધુનિક અમેરિકી હથિયારો તહેનાત કરશે, જેમાં ચિનુક હેલિકૉપ્ટર સહિત એમ-૭૭૭ અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર્સ પણ સામેલ છે. આ યોજના પ્રમાણે આર્મી અને વાયુસેનાને સંયુક્ત રીતે યુદ્ધ-અભ્યાસમાં સામેલ થવાનું છે. ચિનુક હેવી લિફ્ટ હેલિકૉપ્ટરને ભારતીય વાયુસેનામાં ૨૫ માર્ચે ચંડીગઢ ઍરબેઝમાં સામેલ કરાયું હતું.

આ યુદ્ધ-અભ્યાસનું કોડનેમ ‘હિમવિજય’ રાખવામાં આવ્યું છે, જેનો હેતુ ઉત્તર-પૂર્વમાં યુદ્ધની ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનું છે. એમાં હાલમાં રચાયેલી ૧૭ માઉન્ટેન સ્ટ્રાઇક કૉર્પ્સ પણ સામેલ હશે. આર્મી અને વાયુસેનાનો આ યુદ્ધાભ્યાસ વાસ્તવિક હશે. યુદ્ધ દરમ્યાન આર્મીની જરૂરિયાત પૂરી કરવા માટે વાયુસેના શક્ય એ તમામ કામ કરશે.

સેનાનાં વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું હતું કે હિમવિજય એક્સરસાઇઝ દરમ્યાન ૧૭ માઉન્ટેન સ્ટ્રાઇક કૉર્પ્સને એમ-૭૭૭ અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર્સ ઉપલબ્ધ કરાવાશે. યુદ્ધ દરમ્યાન એ દુશ્મનો પર હુમલો કરવા માટે તૈયાર હશે, એવામાં તેમને હળવી બંદૂકની જરૂર પડશે.

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ અત્યાર સુધી ચિનુક હેલિકૉપ્ટરને ઉત્તર-પૂર્વમાં તહેનાત નથી કર્યાં, પણ ભવિષ્યમાં ઘણાં સ્થળોએ જરૂર તહેનાત કરાશે, જેથી યુદ્ધ-અભ્યાસ દરમ્યાન એને પણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.

national news china new delhi