29 July, 2025 10:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ઍરલાઇનોનાં વિમાનોમાં આ વર્ષે ૧૮૩ ટેક્નિકલ ખામીઓ નોંધાઈ હતી, આ આંકડા ૨૩ જુલાઈ સુધીના હોવાનું સરકારે સોમવારે જણાવ્યું હતું.
૨૦૨૩ની સાથે સરખામણી કરવામાં આવે તો ૨૦૨૪માં ટેક્નિકલ ખામીઓમાં લગભગ ૬ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૨૪માં આ સંખ્યા ૪૨૧ હતી જે ૨૦૨૩માં નોંધાયેલા ૪૪૮ કરતાં ઓછી હતી. ૨૦૨૨માં ટેક્નિકલ ખામીઓની સંખ્યા ૫૨૮ અને ૨૦૨૧માં ૫૧૪ નોંધાઈ હતી.
નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામમોહન નાયડુએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન (જૂન ૨૦૨૫ સુધી) નોંધાયેલી ગંભીર ખામીઓ સામે કુલ ૨૦૯૪ તપાસ હાથ ધરવામાં આવી હતી.