સ્વદેશી ફાઇટર જેટ તેજસે જહાજમાંથી ટેકઓફ & લેન્ડિંગનું પરીક્ષણ પાસ કર્યુ

01 October, 2019 08:15 PM IST  |  Mumbai

સ્વદેશી ફાઇટર જેટ તેજસે જહાજમાંથી ટેકઓફ & લેન્ડિંગનું પરીક્ષણ પાસ કર્યુ

ભારતમાં નિર્માણ પામેલું તેજસ ફાઇટર જેટ

Mumbai : સ્વદેશમાં જ નિર્માણ પામેલા કોમ્બૈટ એરક્રાફ્ટ (LCA) પ્રોટોટાઈપ-2 એટલે કે તેજસે ટેકઓફ અને લેન્ડિગનું મહત્વનું પરીક્ષણ પાસ કરી લીધું છે. તેજસે વિમાનવાહક જહાજ પરથી તમામ ટેકનીક સંબંધિ પરિક્ષણ સફળતાપૂર્વક પુરા કર્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પહેલા તેજસે આ પરીક્ષણ અલગ અલગ કર્યા હતા, પરંતુ સોમવારે ફાઈટર જેટે એક જ ઉડાનમાં બન્ને ટેસ્ટ પાસ કર્યા હતા. પરીક્ષણ ગોવામાં INS હંસા પર કરાયા હતા, અહીં ખાસ પ્રકારે બનાવાયેલા સ્કીજંપ પ્લેટફોર્મ પર વિમાન ટેકઓફ અને લેન્ડિગ કર્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધી માટે DRDO,ADA,HAL અને ભારતીય નૌસેનાને શુભેચ્છા પાઠવી છે. રક્ષા વિભાગના સચિવ, DRDOના અધ્યક્ષ ડો.જી. સતીષે પણ ડીઆરડીઓ, એડીએ, એચએએલ અને ભારતીય નૌસેનાને શુભેચ્છા પાઠવી છે.


13 સપ્ટેમ્બરે તેજસે અરેસ્ટ લેન્ડિગ કર્યું હતું
તેજસે 13 સપ્ટેમ્બરે નૌસેનામાં સામેલ થવા માટે એક મોટું પરીક્ષણ સફળતાપૂર્વક પુરુ કર્યું હતું. DRDO અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના અધિકારીઓએ ગોવાની તટીય ટેસ્ટ ફેસેલિટીમાં તેજસનું અરેસ્ટ લેન્ડિગ કરાવ્યું હતું. આ સિદ્ધી મેળવનારું તેજસ દેશનું પહેલું એરક્રાફ્ટ બની ગયું છે. આ ફાઈટર પ્લેનને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડ અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઈન અને વિકસીત કર્યું છે. તેજસ ભારતીય વાયુસેનાની 45મી સ્ક્વાડ્રન ‘ફ્લાઈંગ ડ્રૈગર્સ’નો ભાગ છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

અરેસ્ટ લેન્ડિગ શું છે?
નૌસેનામાં સામેલ કરાનારા વિમાનો માટે બે વસ્તુ સૌથી અગત્યની હોય છે. જેમાંથી એક છે તેમનું હળવું હોવાનું અને બીજુ અરેસ્ટ લેન્ડિગ.ઘણી વખત નેવીના વિમાનોને જંગીજહાજ પર લેન્ડ કરાવવાના હોય છે. કારણ કે જંગીજહાજ એક નિશ્વિત ભાર જ ઉઠાવી શકે છે, એટલા માટે જ વિમાનોનું હળવું હોવું જરૂરી છે. આ ઉપરાંત સામાન્ય રીતે જંગીજહાજ પર બનાવાયેલા રનવેની લંબાઈ નક્કી જ હોય છે. એવામાં ફાઈટર પ્લેનને લેન્ડિગ દરમિયાન સ્પીડ ઓછી કરીને,નાના રનવેમાં થોભવું પડે છે. અહીં ફાઈટર પ્લેનને રોકવામાં અરેસ્ટ લેન્ડિગ કામમાં આવે છે.

national news indian navy