બાલાકોટ એરસ્ટ્રાઈકને અંજામ આપનારા 5 પાયલટ 'વાયુ સેના મેડલ'થી સન્માનિત

14 August, 2019 02:31 PM IST  |  નવી દિલ્હી

બાલાકોટ એરસ્ટ્રાઈકને અંજામ આપનારા 5 પાયલટ 'વાયુ સેના મેડલ'થી સન્માનિત

ભારતના વીરોને કરાયા સન્માનિત

પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પને તબાહ કરનાર વાયુ સેનાના વાયુ વીરોનું સન્માન કરવામાં આવ્યું છે. ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અમિત રંજન, સ્કવાડ્રન લીડર રાહુલ બલોયા, પંકજ ભુજડે, બીકેએન રેડ્ડી, શશાંક સિંહને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર બોમ્બવર્ષા કરવા  બદલે વાયુ સેના પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓ મિરાજ - 2000 ફાઈટર પ્લેનના પાયલટ છે.


ભારતીય વાયુસેનાના આ તમામ અધિકારીઓ મિરાજ-2000 ફાઈટર પ્લેનના પાયલટ છે, તેમણે જ પાકિસ્તાનના બાલાકોટ શહેરમાં જૈશ-એ-મોહમ્મદની આતંકવાગી શિબિર પર બોમ્બ વરસાવ્યા હતા.

બાલાકોટ એરસ્ટ્રાઈકને અંજામ આપનાર પાયલોટોના નામ
વિંગ કમાન્ડર અમિત રંજન
સ્કવૉડ્રન લીડર રાહુલ બસોયા
સ્કવૉડ્રન લીડર પંકજ ભુજડે
સ્કવૉડ્રન લીડર બેકેએન રેડ્ડી
સ્કવૉડ્રન લીડર શશાંક સિંહ

આવી રીતે સ્ટ્રાઈકને આપ્યો અંજામ
ભારતીય વાયુસેનાએ આ એરસ્ટ્રાઈક 14 ફેબ્રુઆરી 2019ના જમ્મૂ કશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલ પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવાની કોશિશમાં કરવામાં આવ્યો હતો. પુલવામામાં યેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાના તરત જ બાદ પાકિસ્તાનથી સંચાલિત થતા આતંકી સંગઠને જૈશ-એ-મોહમ્મદે એક વીડિયો જાહેર કરીને આ હુમલાની જવાબદારી લીધી હતી. આ આતંકી હુમલાના જવાબમાં ભારતે બાલાકોટમાં જૈશના ઠેકાણાઓ પર બોમ્બ ફેંકીને 170-200 આતંકીઓને ઠાર માર્યા હતા.જેમાં અનેક કમાન્ડો પણ ઠાર મારવામાં આવ્યા હતા.

બાલાકોટ એરસ્ટ્રાઈકની આખી યોજના ખૂબ જ સીક્રેટ રીતે બનાનવવામાં આવી હતી. તેની જાણકારી માત્ર ગણતરીના લોકોને જ હતી. ખરાબ મોસમમાં અડધી રાત પછી ભારતીય વાયુ સેનાના લડાયક વિમાનોએ ખૂબ જ ઓછી ઉંચાઈ પર ઉડાન ભરીને પાકિસ્તાનની અંદર ઘુસીને આ એર સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. આખા ઑપરેશનને માત્ર ગણતરીની મિનિટોમાં સફળતાપૂર્વક પૂરૂં કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓઃ બલા જેવી ખૂબસૂરત અને દુશ્મનો માટે કાળ સમાન છે આ મહિલા સૈનિકો

પાકિસ્તાનની જવાબી કાર્રવાઈને બનાવી નિષ્ફળ
ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનોએ 26 ફેબ્રુઆરીએ સવારે પાકિસ્તાનના બાલકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. જે બાદ પાકિસ્તાને 27 ફેબ્રુઆરીએ પોતાના ફાઈટર પ્લેનને ભારતના ઠેકાણાઓ પર હુમલો કરવા માટે મોકલ્યા હતા. જો કે પાકિસ્તાને ફરી એક વાર મ્હાત ખાવી પડી હતી.

indian air force pakistan