બલા જેવી ખૂબસૂરત અને દુશ્મનો માટે કાળ સમાન છે આ મહિલા સૈનિકો
Published: 14th August, 2019 12:00 IST | Falguni Lakhani
આ છે કુર્દ યોદ્ધાઓ. તેમને સીરિયાના સીમાની આસપાસના વિસ્તારોમાં ઈસ્લામિક સ્ટેટની સામે મોરચા પર તહેનાત કરવામાં આવ્યા છે. ઈસ્લામિક સ્ટેટના યોદ્ધાઓ સાથે મુકાબલા કરવા માટે તેમને યુદ્ધની સૌથી અઘરી તાલિમ આપવામાં આવે છે.
1/12
કોઈ પણ પ્રકારનો મુકાબલો કરવા માટે આ કમાન્ડોઝ સજ્જ કરે છે. આ મહિલાઓ કુર્દિશપ પેશમર્ગા ફાઈટર્સ છે. જેમને ઈરાકના બર્લિનમાં તાલીમ આપવામાં આવે છે.
2/12
અલગ અલગ દેશમાંથી આવેલી આ યુવતીઓએ ઈસ્લામિક સ્ટેટ્સની નિંદર હરામ કરીને રાખી છે.
3/12
મહિનાઓ સુધી તેમને તાલિમ આપ્યા બાદ તેમને યુદ્ધ માટે મોકલવામાં આવે છે.
4/12
કુર્દ એક વિવાદાસ્પદ વિસ્તાર છે, જે ઈસ્લામિક સ્ટેટ સામે લડી રહ્યું છે. ઈરાન, સીરિયા અને તુર્કીના સીમાવર્તી વિસ્તારોમાં કુર્દ વિસ્તારને તેઓ પોતાના માટે ખતરો માને છે.
5/12
કુર્દની એક મહિલા યોદ્ધાએ જણાવ્યું કે તે બે મોરચા પર લડી રહી છે. પહેલા દુશ્મન અને બીજું યૌન હિંસા.
6/12
ઈરાનથી ટ્રેનિંગ લઈને ઈરાક પહોંચેલી આ કુર્દ મહિલા યોદ્ધાઓની ઉંમર 18 થી 25 વર્ષ છે.
7/12
આ યોદ્ધાઓમાં સીરિયાની હાજા નામની યુવતી પણ સામેલ છે. જે જણાવે છે કે આઈએસ સામે બદલો લેવા તેમણે મુકાબલો કરવાનો નિર્ણય લીધો છે.
8/12
આ મહિલા યોદ્ધાઓનો એટલો ડર છે કે, એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે પેશમર્ગામાં આવેલું તેમનું ટ્રેનિંગ કેમ્પ IS પ્રભાવિત વિસ્તારોથી માત્ર 800 મીટર દૂર છે. જો કે તો પણ આઈએસના યોદ્ધાઓ તેમના કેમ્પની આસપાસ નથી ફરકતા.
9/12
ગોળીઓના અવાજ અને બોમ્બ ધડાકાઓના અવાજ વચ્ચે દુનિયાની આ સૌથી ખતરનાક મહિલા સૈનિક કેટલાક એવા પળો કાઢી લે છે, જ્યારે તેમના ચહેરા પર હાસ્ય આવી જાય છે.
10/12
તણાવના સમયમાં આ ખૂબસૂરત યોદ્ધાઓની તસવીરૌ સોશિયલ મીડિયા પર જોવા મળી જાય છે.
11/12
દુનિયાનું સૌથી ખુંખાર આતંકી સંગઠન આઈએસના યોદ્ધાઓ તેમનાથી ડરે છે. કારણ કે તેમનું માનવું છે કે જો તેઓ કોઈ મહિલા સૈનિકના હાથથી મર્યા તો તેમને જન્નત નહીં મળે.
12/12
ફોટોઝ વિશે
ભારત સહિત દુનિયાભરમાં નારી સશક્તિકરણ અને મહિલાઓની બરાબરી મોટો મુદ્દો છે. ત્યારે આજે વાત કરીશું એક એવી મહિલા કમાન્ડોઝની યુનિટની જેઓ આતંકીઓના મુખ્ય ગઢમાં આતંકીઓના દાંત ખાટા કરી રહી છે. આ ખૂબસૂત યોદ્ધાઓનું નામ દુનિયાના સૌથી ખતરનાક યોદ્ધાઓમાં સામેલ છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK