ભારત આજે છ પાડોશી દેશોને મોકલશે કોરોના વેક્સીન, જાણો વધુ

20 January, 2021 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ભારત આજે છ પાડોશી દેશોને મોકલશે કોરોના વેક્સીન, જાણો વધુ

તસવીર સૌજન્ય જાગરણ

પાડોશી દેશો પ્રત્યે હંમેશાં ઉદારતા બતાવનારા ભારતે કોરોના સંકટકાળમાં એક વાર ફરી 'પાડોશી પહેલા'ની ભાવનાનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. ભારતે મંગળવારે જાહેરાત કરી છે કે બુધવારે છ દેશોને કોરોના વેક્સીનની આપૂર્તિ શરૂ કરવામાં આવશે. આ વેક્સીન હાલના દેશોને અનુદાન સહાયતા તરીકે આપવામાં આવશે. સૌથી પહેલા વેક્સીન મેળવનારા દેશોમાં ભૂટાન, માલદીવ્સ, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ અને સેશેલ્સ સામેલ છે.

ભારત પાડોશી દેશોને મોકલશે કોરોના વેક્સીન
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બુધવારે સૌથી પહેલા માલદીવને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશીલ્ડના એક લાખ ડૉઝની આપૂર્તિ કરવામાં આવશે. માલદીવ સરકારે સૌથી પહેલા પોતાના સ્વાસ્થ્ય કર્મચારીઓ, કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં આગળ રહેનારા બીજા યોદ્ધાઓ અને પોલીસ કર્મચારીઓને રસી મૂકાવવાની યોજના બનાવી છે. બુધવારે જ ભૂટાન, નેપાલ, મ્યાન્માર, સેશેલ્સ અને બાંગ્લાદેશને પણ કોવિશીલ્ડ વેક્સીન મોકલવામાં આવશે. કોવિશીલ્ડના 20 લાખ ડૉઝ ગુરુવારે બાંગ્લાદેશ પહોંચશે. વિદેશ મંત્રાલય સતત સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંપર્કમાં છે કે ભારત કેટલી વધારે વેક્સીન હજી બીજા દેશો માટે નિકાસ કરી શકે છે.

કોરોના વેક્સીનની ઝડપી સપ્લાય માટે કેટલાય અન્ય દેશો ભારતના સંપર્કમાં
સૂચના છે કે હાલના દિવસોમાં કેટલાય દેશોએ કોરોના વેક્સીનની ઝડપી સપ્લાય શરૂ કરવા માટે ભારતનો સંપર્ક કર્યો છે. આમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને મૉરેશિયસ જેવા પાડોશી દેશો પણ સામેલ છે. ભારત આ દેશોને પણ પહેલા ચરણમાં વેક્સીન આપવાની જાહેરાત ટૂંક સમયમાં જ કરશે.

ભૂટાનના પીએમએ ભારતને કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવવાની કરી રિક્વેસ્ટ
ભૂટાનના પીએમએ એક દિવસ પહેલા જ સાર્વજનિક રીતે કહ્યું હતું, "તેમણે ભારતને બધાં ભૂટાનવાસીઓ માટે કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવવાની અરજી કરી છે. ભારતે કહ્યું કે તે ભૂટાન સાથેના જૂના સંબંધો સમજે છે અને આની આપૂર્તિ કરશે." આ રીતે, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતથી 20 લાખ વેક્સીનની ભેટ 21 જાન્યુઆરીના ઢાકા પહોંચી જશે. પીએમ શેખ હસીનાની પાર્ટી અવામી લીગે તો પોતાની પાર્ટીની જીત તરીકે ઉત્સવ ઉજવવાની જાહેરાત કરી છે.

કંબોડિયાને પણ ટૂંક સમયમાં જ વેક્સીન મળવાની આશા
એટલું જ નહીં, કંબોડિયામાં ભારતની નવી રાજદૂત દેવયાની ખોબરાગડે મંગળવારે જ્યારે પોતાનો પરિચય પત્ર આપવા માટે ત્યાંના પીએમને મળી કંબોડિયાના પીએમે આશા દર્શાવી છે કે ભારત ટૂંક સમયમાં તેમના દેશને કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવશે.

દક્ષિણ આફ્રિકાને પણ ભારત આપશે વેક્સીન
બ્રાઝીલ સરકાર પહેલા જ ભારતથી વેક્સીન લાવવા માટે વિમાન તૈયાર કરી ચૂકી છે. દક્ષિણ આફ્રિકાની સરકારે સોમવારે એ જણાવ્યું કે સોમવારે એ જણાવ્યું કે તે ભારતમાંથી વેક્સીનનું ચરણ ફેબ્રુઆરી, 2021ના પહેલા અઠવાડિયામાં મળવાની શક્યતા છે. ત્યાર પછી તે પોતાની 10 ટકા આબાદીને વેક્સીન આપવાની શરૂઆત કરશે.

કોવિશીલ્ડ વેક્સીની માગ વધી
અત્યાર સુધી જે દેશોએ ભારત સંપર્ક કર્યો છે તેમાંથી મોટાભાગે ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત અને એસઆઇઆઇ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશીલ્ડમાં રસ દર્શાવ્યો છે. ભારતમાં પણ શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં કોવિશીલ્ડ સાથે જ સ્વદેશી કૉવેક્સીન મૂકવામાં આવી રહી છે. કોવેક્સીનને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે વિકસિત કર્યો છે.

કેટલાક દેશોને કોવેક્સીન પણ આપવાની તૈયારી
કેટલાક દેશોને ભારત બાયોટેકની કોવેક્સીન પણ આપવાની તૈયારી છે. ભારતીય વિદેશ મંત્રાલયે તાજેતરમાં જ કહ્યું હતું કે હજી કોરોના વેક્સીનની ઘરગથ્થુ ખપતનું આકલન કરવામાં આવે છે. તેના પછી બીજા દેશોને વેક્સીન ઉપલબ્ધ કરાવવાનો ધીમે-ધીમે નિર્ણય થશે.

coronavirus covid19 india national news