2020માં દેશને મળશે પહેલો ડિજિટલ મૉલ, ઘર બેઠા કરી શકશો ખરીદી

20 October, 2019 04:01 PM IST  |  મુંબઈ

2020માં દેશને મળશે પહેલો ડિજિટલ મૉલ, ઘર બેઠા કરી શકશો ખરીદી

2020માં બની જશે ડિજિટલ મૉલ

સામાન્ય રીતે તમે જોયું હશે કે લોકોને ઑનલાઈન શોપિંગ કરતી વખતે નકલી પ્રોડક્ટ પણ મળે છે. આ જ કારણ છે કે તેઓ ઑનલાઈન શોપિંગ કરતા અચકાય છે. પરંતુ તેમની આ સમસ્યા જલ્દી જ ખતમ થવા જઈ રહી છે. વર્ષ 2020માં દેશને સૌથી પહેલો ડિજિટલ મૉલ મળવા જઈ રહ્યો છે. જેમાંથી તમે તમારા પીસી, લેપટોપ કે મોબાઈલથી ખરીદી કરી શકશો.

કેવી રીતે કામ કરશે મૉલ
આ મૉલ કોઈ સામાન્ય મૉલ જેવો જ હશે. જેવી રીતે કોઈ ગ્રાહક મૉલમાં ફરીને કોઈ પણ કંપનીના આઉટલેટમાંથી પોતાની પસંદગીની પ્રૉડક્ટ ખરીદે છે એવી જ રીતે તમે ઑનલાઈન ખરીદી કરી શકશો. મતલબ એ છે કે ઑનલાઈન મૉલમાં બ્રાન્ડના આઉટલેટ હશે અને તમારે ત્યાં જઈને તમારે પ્રોડક્ટ પસંદ કરવીની રહેશે. એ બાદ તમને જે પ્રોડક્ટ પસંદ આવશે તેનું ડિજિટલ ટ્રાયલ પર કરી શકશો.

ડિજિટલ મૉલના પોતાના કાયદાઓ હશે. વેચનારને વર્ચ્યુલ સ્પેસ ભાડા પર મળશે. સરળ ભાષામાં સમજીએ તો વેપારી ડિજિટલ મૉલમાં પોતાના માટે એક દુકાન ખરીદી શકશે. મહત્વની વાત છે કે આ મૉલમાં બ્રાન્ડેડ કંપનીઓએ અને રિટેઈલર્સ પાસેથી માત્ર માસિક ભાડું લેવામાં આવશે. જેનો મતલબ એ થયો કે વેપારીઓને કમિશનથી રાહત મળશે.

આ પણ જુઓઃ 90ના દાયકામાં આવા દેખાતા હતા તમારા માનીતા કલાકારો, તસવીરો જોઈને ચોંકી જશો

આ દેશોમાં પણ થશે લૉન્ચ
ભારતમાં ડિજિટલ મૉલનું લૉન્ચિંગ દિલ્હી-એનસીઆરથી થશે. આ જ રીતે લખનઊ, ભુવનેશ્વર, મેંગ્લોર, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, પુણે, ચંડીગઢ, જયપુર, મૈસુર, અમદાવાદ, દહેરાદૂન અને લુધિયાણામાં પણ ડિજિટલ મૉલ લૉન્ચ કરવાની યોજના છે. ભારત સિવાય આ મૉલ ચીન, જપાન, દક્ષિણ કોરિયા, સિંગોપુર, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયામાં પણ લૉન્ચ થશે.

national news