ભારત કોરોનાની એક કરોડ રસીના ડૉઝ દાનમાં આપશે

20 January, 2021 02:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત કોરોનાની એક કરોડ રસીના ડૉઝ દાનમાં આપશે

પ્રતીકાત્મક તસવીર

ભારત સરકાર ભૂતાન, અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા, માલદીવ્ઝ, મોરિશ્યસ અને બંગલા દેશ જેવા પાડોશી દેશોને વૅક્સિનનો એક કરોડ ડોઝ દાનમાં આપવા અંગે વિચારણા કરી રહી છે. ભારતમાં વિકસાવાયેલી કોરોનાની રસીને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી અપાયા બાદ ૧૬ જાન્યુઆરીના રોજ દેશમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમનો આરંભ થયા બાદ કમ્બોડિયાના વડા પ્રધાન હુમ સૈને ભારત પાસે કોરોનાની રસી મોકલવા અપીલ કરી છે.

ચીને કોરોનાની ૧૦ લાખ રસીનો જથ્થો કમ્બોડિયા મોકલ્યો હોવા છતાં કમ્બોડિયાએ ભારત પાસે રસીની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય રસીની માગણી કરનારા દેશોમાં નેપાળ, ભૂતાન, માલદીવ્ઝ, મ્યાંમાર, બંગલા દેશ, બ્રાઝિલ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, વિએતનામ, મોરક્કો, સાઉદી અરેબિયા અને મોંગોલિયાનો સમાવેશ થાય છે.

આ રસી નિશ્ચિત વય જૂથના લોકો પર પ્રાથમિકતાના આધારે નિયંત્રિત ઉપયોગ માટે આપવામાં આવશે. કેન્દ્ર સરકાર રસીની સપ્લાયની યોજના પર કાર્ય કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોવૅક્સિનના ૪૫ લાખ ડોઝમાંથી ૮ લાખ ડોઝ ભારત તરફથી મોરિશ્યસ, ફિલિપિન્સ અને મ્યાંમારને મોકલવામાં આવશે.

national news coronavirus covid19 india