ભારતની પાકને ચેતવણી: આતંકવાદ પર ગંભીર હોયતો દાઉદ, સલાઉદીનને સોંપો

16 March, 2019 06:14 PM IST  | 

ભારતની પાકને ચેતવણી: આતંકવાદ પર ગંભીર હોયતો દાઉદ, સલાઉદીનને સોંપો

ભારતની પાકને ચેતવણી

પુલવામાં ટેરર અટેક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દબાવ વધતા પાકિસ્તાન પર દબાણ વધી ગયું છે. આ જ કારણ છે કે પાકિસ્તાન આતંકવાદીઓ વિરોધી કાર્યવાહી કરતા હોવાનો દેખાવો કરી રહ્યું છે. જેને પગલે ભારતે આતંકી દેશ પાકિસ્તાનને સ્પષ્ટ કહી દીધું છે કે, જો પાકિસ્તાન ખરેખર આતંકવાદીઓને લઈને ગંભીર હોય તો વર્ષોથી પાકિસ્તાનમાં છુપાયેલા દેશના દુશ્મનોને ભારતના હવાલે કરે.

પીટીઆઈ અનુસાર ભારત સરકારના સૂત્રોના હવાલાથી ખબર આવી છે કે, ભારતે પાકિસ્તાને સ્પષ્ટ સંદેશો આપતા કહ્યું છે કે, પાકિસ્તાન જો ખરેખર આતંકવાદ વિરોધી હોય અને તેને ખતમ કરવા માટે વિચારી રહ્યું હોય તો વર્ષોથી પાકિસ્તાનમાં વસી રહેલા દાઉદ ઈબ્રાહિમ અને સૈયદ સલાઈદીન જેવા દેશના દુશ્મનોને ભારતના હવાલે કરે. આતંકના આ મુખ્યાઓ ભારતીય નાગરિક છે અને પાકિસ્તાનમાં છુપાઈને બેઠા છે.

 

આ પણ વાંચો: સરકારે ખેડુતને પ્રતિદિન 3.5 રૂપિયા આપી મુર્ખ બનાવ્યા છે : રાહુલ ગાંધી

 

પાકિસ્તાન આતંકી સંગઠન પર કાર્યવાહી કરવામાં અસફળ રહ્યું

ભારત સરકારે કહ્યું હતું કે, પુલવામાં આતંકી હુમલા બાદ સર્જાયેલા માહોલના કારણે પાકિસ્તાન જૈશ-એ-મહોમ્મદ અને અન્ય આતંકી સંગઠનો પર કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં અસફળ રહ્યું છે અને માત્ર દેખાવ કરવાથી કોઈ નિવારણ નહી મળે. જો પાકિસ્તાન ખરેખર કાર્યવાહી કરતુ હોય તો તેના સબુત આપે જેના દ્વારા સાબિત થઈ શકે કે પાકિસ્તાન યોગ્ય કાર્યવાહી કરી રહ્યું છે. 

india