મેરઠમાં દોડશે ભારતની સૌથી ફાસ્ટ મેટ્રો : રવિવારે નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે

21 February, 2026 09:28 AM IST  |  Meerut | Gujarati Mid-day Correspondent

આ મેટ્રો ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે ડિઝાઇન કરવામાં આવી છે

નૅશનલ કૅપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (NCRTC)એ ગઈ કાલે મેરઠથી દિલ્હીની ૮૨ કિલોમીટરની ટ્રાયલ-રન સફળતાપૂર્વક પૂરી કરી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ફેબ્રુઆરીએ મેરઠ મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને આ લૉન્ચ સાથે મેરઠ મેટ્રો ભારતની સૌથી ઝડપી મેટ્રો સિસ્ટમ બનશે. આ મેટ્રો ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે ડિઝાઇન કરવામાં આવી છે અને ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ કાર્યકારી ગતિ સાથે દોડશે અને ૩૦ મિનિટમાં ૨૧ કિલોમીટરનું અંતર કાપશે. આમ એ દેશની સૌથી ઝડપી મેટ્રો સિસ્ટમ બનશે. આ મેટ્રોમાં મેરઠ સાઉથથી મોદીપુરમ સુધી ૨૧ કિલોમીટરમાં ૧૨ સ્ટેશન છે. ૧૭૩ બેઠક-ક્ષમતા ધરાવતી ટ્રેનમાં ૭૦૦થી વધુ મુસાફરો મુસાફરી કરી શકે છે.

meerut narendra modi national news news