✕

ભારતે પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું: દુશ્મનોની ઍર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સક્ષમ

06 November, 2026 10:59 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સવારે ૧૧.૧૦ વાગ્યે કરાયેલું આ પરીક્ષણ યુઝર ઇવૅલ્યુએશન ટ્રાયલનો એક ભાગ હતું.

ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO)એ ઓડિશાના દરિયાકાંઠે ‘પ્રલય’ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું હતું

ભારતની સૈન્ય-તાકાતમાં ગુરુવારે વધુ એક મોટો ઉમેરો થયો છે. ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO)એ ઓડિશાના દરિયાકાંઠે ‘પ્રલય’ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું હતું. સવારે ૧૧.૧૦ વાગ્યે કરાયેલું આ પરીક્ષણ યુઝર ઇવૅલ્યુએશન ટ્રાયલનો એક ભાગ હતું.

મિસાઇલે એના તમામ લક્ષ્યાંકો સિદ્ધ કર્યા હતા. ‘પ્રલય’ એ સૉલિડ-પ્રોપેલન્ટ ધરાવતી અને જમીનથી જમીન પર પ્રહાર કરતી ક્વૉઝી-બૅલિસ્ટિક મિસાઇલ છે. પેલોડના વજનના આધારે એની મારકક્ષમતા ૧૫૦થી ૫૦૦ કિલોમીટર સુધીની છે. એ ૧૦૦૦ કિલો પેલોડ સાથે ૩૫૦ કિલોમીટર અને ૫૦૦ કિલો પેલોડ સાથે ૫૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવા સક્ષમ છે. આ મિસાઇલ અત્યાધુનિક ગાઇડન્સ સિસ્ટમથી સજ્જ છે. એ હવામાં પોતાનો માર્ગ બદલવાની પણ ક્ષમતા ધરાવે છે, જેનાથી દુશ્મનની ઍર ડિફેન્સ સિસ્ટમ માટે એને તોડી પાડવી લગભગ અશક્ય છે. એને મોબાઇલ લૉન્ચર પરથી પણ છોડી શકાય છે.

national news india indian government defence ministry