09 August, 2025 06:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અમરદીપ સિંહ ભાટિયા, ઍલેક્સી ગ્રુઝડેવે
અમેરિકા સાથેના તનાવ વચ્ચે ભારતે ગઈ કાલે રશિયા સાથે વિવિધ ક્ષેત્રે સહયોગ માટે પ્રોટોકૉલ પર સહી કરી હતી. ઇન્ડિયા-રશિયા વર્કિંગ ગ્રુપના અગિયારમા સેશનમાં આ પ્રોટોકૉલ પર સહી કરવામાં આવી હતી. આ પ્રોટોકૉલ પ્રમાણે ભારત અને રશિયા ઍલ્યુમિનિયમ, ફર્ટિલાઇઝર્સ, રેલવે ટ્રાન્સપોર્ટ સહિતનાં ક્ષેત્રોમાં આધુનિકીકરણ માટે સહયોગ કરશે. ભારત અને રશિયાના ૮૦ જેટલા પ્રતિનિધિઓ આ સેશનમાં સહભાગી થયા હતા. આ બેઠકમાં ભારતના ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડના સેક્રેટરી અમરદીપ સિંહ ભાટિયાએ અને રશિયાના ડેપ્યુટી મિનિસ્ટર ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ ઍલેક્સી ગ્રુઝડેવે પ્રોટોકૉલ પર હસ્તાક્ષર કર્યા હતા.