ધીમી થઈ કોરોનાની ગતિ, છેલ્લા 24 કલાકમાં 3.29 લાખ નવા સંક્રમિત

11 May, 2021 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મંત્રાલયે જણાવ્યું કે આ દરમિયાન 3,6,082 સંક્રમિતો સ્વસ્થ થઇને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તો આ સમયમાં કોરોના વાયરસની વેક્સીન 25,03,756 લોકોને લગાડવામાં આવી ચૂકી છે.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં થયેલા નવા સંક્રમિતોના આંકડાઓ જાહેર કર્યા છે. આ પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે અને 3876 સંક્રમિતોના નિધન થયા છે. મંત્રાલયે જણાવ્યું કે આ દરમિયાન 3,6,082 સંક્રમિતો સ્વસ્થ થઇને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તો આ સમયમાં કોરોના વાયરસની વેક્સીન 25,03,756 લોકોને લગાડવામાં આવી ચૂકી છે. ત્યાર બાદ દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોની સંખ્યા 2,29,92,517 થઈ ગઈ અને મરણાંત 2,49,992 થઈ ગઈ છે.

16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી વેક્સીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 17,27,10,066 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધી સંક્રમણથી સ્વસ્થ થનારાની સંખ્યા 1,90,27,304 પહોંચ્યો છે અને દેશમાં સક્રીય કેસની કુલ સંખ્યા 37,15,221 છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સોમવાર સુધી દેશમાં કોરોના વાયરસના કુલ 30,56,00,187 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 18,50,110 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

જણાવવાનું કે આ મહિનામાં અત્યાર સુધી ચાર દિવસ 4 લાખથી વધારે સંક્રમણના કેસ સામે આવ્યા પણ તેના પછી નવા કેસના આંકડાની ગતિ ધીમી પડતી જોવા મળી રહી છે. 1મેના પહેલો દિવસ હતો જ્યારે 4 લાખથી વધારે નવા કેસ સામે આવ્યા હતા. 21 એપ્રિલના સંક્રમણનો આંકડો 3 લાખ પાર પહોંચ્યો હતો અને ફક્ત દસ દિવસની અંદર 1 મેના લગભગ 1 લાખ કેસ વધી ગયા છે.

2019ના અંતે ચીનના વુહાનથી શરૂ થયેલા સંક્રમણને છેલ્લે સાત ઑગસ્ટના 20 લાખથી વધારે ભારતીય નાગરિકોને ચપેટમાં લઈ લીધા હતા. ત્યાર પછી 23 ઑગસ્ટના 30 લાખ, પાંચ સપ્ટેમ્બરના 40 લાખ અને 16 સપ્ટેમ્બરના 50 લાખના આંકડો પાર કરી ગયા. ગયા વર્ષે 28 સપ્ટેમ્બરના કોવિડના 60 લાખ કેસ, 11 ઑક્ટોબરના 70 લાખ, 29 ઑક્ટોબરના 80 લાખ, 20 નવેમ્બરના 90 લાખ, 19 ડિસેમ્બરના એક કરોડ અને 19 એપ્રિલના કોવિડ-19ના 1.5 કરોડથી વધારે કેસ થઈ ગયા હતા. તેના પછી 4 મે 2021ના આ આંકડો 2 કરોડ પાર કરી ગયો.

national news coronavirus covid19