15 March, 2025 02:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રણધીર જાયસવાલ
બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસના હાઇજૅકિંગના મામલે પાકિસ્તાનના વિદેશમંત્રાલયે આ કેસમાં ભારતનો હાથ હોવાના કરેલા આરોપોને ભારતે ફગાવી દીધા હતા અને આ મુદ્દે વિદેશમંત્રાલયે જવાબ આપતાં કહ્યું હતું કે આખી દુનિયાને ખબર છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે.
આ મુદ્દે વિદેશમંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ‘અમે પાકિસ્તાને લગાવેલા નિરાધાર આરોપોનું દૃઢતાથી ખંડન કરીએ છીએ. આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે. પાકિસ્તાને એની આંતરિક સમસ્યા અને પોતાની નિષ્ફળતા માટે બીજાઓ પર આંગળી ઉઠાવવા અને દોષ મૂકતાં પહેલાં પોતાની અંદર ઝાંકવું જોઈએ.’