Covid-19 Update: 1.79 લાખ નવા કેસ, એક દિવસમાં વધ્યા 12.6 ટકા દર્દીઓ

10 January, 2022 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 44,388 કેસ સામે આવ્યા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 24,287 કેસ, દિલ્હીમાં 22,751, તામિલનાડુમાં 12,895, કર્ણાટકમાં 12 હજાર કેસ સામે આવ્યા છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

Covid Cases in India: ભારતમાં કોરોનાના કેસ થકી સૌથી વધારે સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો, મહારાષ્ટ્ર સૌથી ટોંચ પર છે. અહીં છેલ્લા 24 કલાકમાં 44,388 કેસ સામે આવ્યા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 24,287 કેસ, દિલ્હીમાં 22,751, તામિલનાડુમાં 12,895, કર્ણાટકમાં 12 હજાર કેસ સામે આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1,79,723 કેસ સામે આવ્યા છે. સોમવારની તુલનામાં 12.6 ટકા વધારે કેસ છે. એટલું જ નહીં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 44,388 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી 146 લોકોના નિધન થયા છે.

ભારતમાં સૌથી વધારે સંક્રમિતોની વાત કરીએ તો મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. અહીં છેલ્લા 24 કલાકમાં 44,388 કેસ સામે આવ્યા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 24,287 કેસ, દિલ્હીમાં 22,751, તામિલનાડુમાં 12,895, કર્ણાટકમાં 12 હજાર કેસ સામે આવ્યા છે.

ભારતમાં રવિવારે મળેલા કુલ કેસમાંથી 64.72 ટકા નવા કેસ આ પાંચ રાજ્યોમાંથી મળ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રમાંથી 24.7 ટકા કેસ મળ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 146 લોકોનું નિધન થયું છે. અત્યાર સુધી કોરોના મહામારીથી ભારતમાં 4,83,936 જીવ ગુમાવી ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌથી વધારે મૃત્યુ કેરળ (44)માં થયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં કોરોના થકી 18 લોકોના નિધન થયા છે.

દેશમાં રવિવારે 46,569 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 3,45,00,172 દર્દીઓ કોરોનાતી સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં એક્ટિવ કેસ 7,23,619 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1,33,008 કેસનો વધારો થયો છે. તો વેક્સિનેશનની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 29,60,975 ડૉઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 151 કરોડ વૅક્સિન ડૉઝ અપાઈ ચૂકી છે.

દિલ્હી-મુંબઈમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સંક્રમિત
દેશના બે સૌથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે. મુંબઇમાં અત્યાર સુધી કોરોનાથી છેલ્લા 48 કલાકમાં 114 પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા છે. જ્યારે આ દરમિયાન બે એ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો, મુંબઈમાં અત્યાર સુધી 523 પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં કોરોનાથી 18 આઇપીએસ ઑફિસર પણ સંક્રમિત થયા છે.

તો દિલ્હીમાં કોરોના થકી 300થી વધારે પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા છે. આમાં અનેક મોટા ઑફિસર પણ સામેલ છે. આમાં દિલ્હી પોલીસના પબ્લિક રિલેશન ઑફિસર, એડિશનલ કમિશનર ચિન્મય બિસ્વાલ જેવા મોટા ઑફિસર પણ સામેલ છે.

national news Mumbai mumbai news maharashtra coronavirus covid19 covid vaccine