ડ્રોન્સ દ્વારા સીમાના ભંગ બાબતે ભારતે પાકિસ્તાન સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો

26 November, 2021 11:41 AM IST  |  New Delhi | Agency

પાકિસ્તાનના ડ્રોન્સ અને અન્ય ઍક્ટિવિટીઝ તેમ જ બૉર્ડર પર લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍક્ટિવિટીઝ સહિત અનેક મુદ્દા વિશે ચર્ચા કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

ડ્રોન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સીમાનો ભંગ તેમ જ હથિયારોના સ્મગલિંગ સહિતની કેટલીક બાબતોએ ભારતે પાકિસ્તાન સમક્ષ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. બુધવારે જમ્મુ પાસે આરએસપુરા ખાતે ઇન્ડિયા-પાકિસ્તાનની બૉર્ડર પર બીએસએફ અને પાકિસ્તાનના રેન્જર્સ વચ્ચેની કમાન્ડર-લેવલની મીટિંગમાં ભારતે આ મુદ્દા ઉઠાવ્યા હતા. 
બીએસએફના સ્પોક્સમૅને જણાવ્યું હતું કે ‘કમાન્ડર અજય સૂર્યવંશીએ ઇન્ડિયન ડેલિગેશનનું નેતૃત્વ કર્યું હતું. બન્ને દેશોના કમાન્ડર્સે બૉર્ડર પિલર્સના મેઇન્ટેનન્સ, પાકિસ્તાનના ડ્રોન્સ અને અન્ય ઍક્ટિવિટીઝ તેમ જ બૉર્ડર પર લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍક્ટિવિટીઝ સહિત અનેક મુદ્દા વિશે ચર્ચા કરી હતી. પાકિસ્તાન રેન્જર્સે ડિફેન્સ સંબંધિત બીએસએફની બાંધકામ કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો.’
નોંધપાત્ર છે કે બીજી ઑક્ટોબરે પાકિસ્તાનની સાઇડ પરથી ડ્રોન દ્વારા એકે-૪૭ અસૉલ્ટ રાઇફલ જમ્મુના ફલ્લઇન મંડલ એરિયામાં ફેંકવામાં આવી હતી. ૨૭ જૂને બે પાકિસ્તાની ડ્રોન્સે જમ્મુમાં ઇન્ડિયન ઍરફોર્સ સ્ટેશન પર વિસ્ફોટક સામગ્રી ફેંકી હતી, જેમાં બે સુરક્ષા-કર્મચારીઓને ઈજા થઈ હતી. 

national news india pakistan