ભારત જગતમાં વૈકલ્પિક ઊર્જાનું સૌથી આકર્ષક બજાર છેઃ મોદી

11 July, 2020 11:44 AM IST  |  New Delhi | Agencies

ભારત જગતમાં વૈકલ્પિક ઊર્જાનું સૌથી આકર્ષક બજાર છેઃ મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધ્ય પ્રદેશના રિવા સ્થિત સૌથી મોટા સૌર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે, જેની મોદીએ વિડિયો કૉન્ફરન્સિંગથી શરૂઆત કરી છે. મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે આજે રિવાએ ઈતિહાસ રચ્યો છે. રિવાનો સૉલર પ્લાન્ટ આ સમગ્ર ક્ષેત્રને ઊર્જાનું કેન્દ્ર બનાવશે. તેનાથી એમપીના લોકોને પણ લાભ થશે અને દિલ્હીમાં મેટ્રોને પણ વીજળી મળશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે હવે રિવાવાળા કહેશે કે દિલ્હીની મેટ્રો અમારું રિવા ચલાવે છે. તેનો લાભ મધ્ય પ્રદેશના ગરીબ, મધ્યમ વર્ગીય લોકો, ખેડૂતો અને આદિવાસીઓને થશે. આજે ભારત સૌર ઊર્જાના મામલામાં ટોપના દેશોમાં સામેલ છે. પીએમએ કહ્યું કે વીજળીની જરૂરિયાતના હિસાબથી સૌર ઊર્જા મહત્ત્વની છે. સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભરના વિષયમાં ઇકૉનૉમિ એક જરૂરી પક્ષ છે. વર્ષોથી એ બાબતે મંથન ચાલુ છે કે અર્થવ્યવસ્થાનું વિચારવામાં આવે કે પર્યાવરણનું, જોકે ભારતે બતાવ્યું છે કે બન્નેને એક સાથે કરી શકાય છે.

narendra modi national news