દેશના 50 ટકા ભાગમાં વરસાદનો તાંડવ

07 July, 2019 03:37 PM IST  | 

દેશના 50 ટકા ભાગમાં વરસાદનો તાંડવ

ભારે વરસાદ સાથે જીવન અસ્તવ્યસ્ત

દેશના લગભગ બધા જ રાજ્યોમાં વરસાદના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક શહેરો અને તેની આજુબાજુની નજીકના કેટલાક ભાગોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને પૂલ પાણીમાં ડુબી ગયા હતા. આવનારા 24 કલાકમાં મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં વરસાદના કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાતના વલસાડના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.ગુજરાતમાં આવનારા 8 થી 12 કલાકમાં દમણ, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, સુરત, નવસારી, વડોદરા સહિત વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 48 કલાક ઉતરાખંડ માટે પણ મહત્વના છે. ઉતરાખંડમાં આવનારા 48 કલાકોમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ઉતરાખંડના 8 જિલ્લામાં પણ ચેતવણી આપવામાં આવી છે. મૌસમની ચેતવણી અનુસાર પ્રસાશન બધા જ જિલ્લા અધિકારીઓનો સતર્ક રહેવા આદેશા આપ્યા હતા.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, વલસાડમાં વહી ગયા રસ્તાઓ

ઉત્તર પ્રદેશમાં પણ આવનારા 24 કલાકમાં ઉત્તરી, પૂર્વી અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં વરસાદ વધી શકે છે. પ્રયાગરાજ, વારાણસી, મિર્ઝાપુર, જૌનપુર, કૌશામ્બી, મુઝફ્ફરનગરમાં ભારે વરસાદની આગાહી છે.

Gujarat Rains gujarati mid-day