Covid-19 Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12249 નવા કેસ

22 June, 2022 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી 12 હજાર 249 લોકો સંક્રમિત થયા છે જેના પછી એક્ટિવ કેસની સંખ્યા 81 હજાર પાર પહોંચી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના (Coronavirus)ના આંકડામાં ભલે ઘટાડો જોવા મળી રહ્યો છે પણ આંકડો હજી પણ સતત 12 હજાર પાર જળવાયેલો છે જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી 12 હજાર 249 લોકો સંક્રમિત થયા છે જેના પછી એક્ટિવ કેસની સંખ્યા 81 હજાર પાર પહોંચી ગઈ છે. તો, આ આંકડા બાદ ડેઈલી પૉઝિટીવિટી રેટ 3.94 પર પહોંચ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા પ્રમાણે, 9 હજાર 862 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. જેના પછી કોરોનાથી સ્વસ્થ થનારાની સંખ્યા વધીને 42,725,055 થઈ ગઈ છે. તો, મરણાંક જોતાં છેલ્લા 24 કલાકમાં 13 જણનાં મોત થયા છે જેના પછી આ આંકડો 5 લાખ 24 હજાર 903એ પહોંચ્યો છે.

મુંબઈ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં જીવલેણ કોરોનાવાયરસના 1781 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈકાલની તુલનામાં 471 વધારે છે. ગઈકાલે કોરોનાને કારણે માત્ર એક જ મોત થયું છે. જો કે, સોમવારે બે દર્દીઓના મોત થયા હતા. જ્યારે મુંબઈમાં સોમવારે 1310 કેસ નોંધવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાવાયરસ સંક્રમણના 3659 નવા કેસ સામે આવ્યા છે જેના પછી પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 7941762 થઈ ગઈ છે. એક દિવસ પહેલા સંક્રમણના 2354 નવા કેસ સામે આવ્યા હતા. ગઈ કાલની તુલનામાં આજની સંખ્યા 1305 વધી છે એટલે કે 55 ટકા વધારે છે. અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 3356 લોકો સંક્રમણથી સ્વસ્થ થઈ ચૂક્યા છે, જેથી સંક્રમણથી મુક્ત થનારાની સંખ્યા વધીને 7769958 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયું છે, જેના પછી રાજ્યમાં મૃતકોની સંખ્યા 147889 પહોંચી ગઈ છે. રાજ્યમાં હવે 24915 દર્દીઓ સારવાર હેઠળ છે.

national news coronavirus covid19 Mumbai mumbai news