અજિત ડોભાલે ચીની વિદેશ મંત્રી સાથે વાતચીત કર્યા બાદ પરિસ્થિતિ સામાન્ય

06 July, 2020 08:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અજિત ડોભાલે ચીની વિદેશ મંત્રી સાથે વાતચીત કર્યા બાદ પરિસ્થિતિ સામાન્ય

ફાઈલ તસવીર

ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર ચાલી રહેલા તણાવ ઓછા કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સીમા પર તેની અસર પણ દેખાઈ રહી છે. ચીની સેના ગલવાન ઘાટીથી એક-બે કિમી પાછળ પણ ખસી છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યીની વાતચીત પછી સરહદ વિવાદ ધીમો પડતો દેખાય છે.

લગભગ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલો ભારત-ચીન સીમા વિવાદ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી વધી ગયો હતો. ત્રણ રાઉન્ડમાં થયેલી સૈન્ય અધિકારી સ્તરની વાતચીતમાં પણ કોઈ સમાધાન થયું ન હતુ. પાંચ જૂલાઈ એટલે કે ગત રવિવારના રોજ ભારત તરફથી સરહદ વિવાદ માટે વિશેષ પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવેલા અજિત ડોભાલની ચીની વિદેશ મંત્રી સાથે થયેલી વાતચીત પછી હવે સ્થિતિ સામાન્ય થતી જોવા મળી છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીને વિશેષ પ્રતિનિધિની અને ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ છે.

ભારત સરકાર દ્વારા જાહેર કરેલ વિજ્ઞપ્તિ મુજબ, સરહદ વિવાદને લઈને બન્ને વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે સરહદ વિવાદ પર ખુલીને વાતચીત થઈ હતી. વાતચીતમાં આ વાત પર સહમતિ થઈ છે કે ભારત ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને પક્ષ પોતાની સેનાઓને પાછળ હટાવશે. સરહદ પર શાંતિ જાળવી રાખવી સૌથી મોટી પ્રાથમિકતા માનવામાં આવે છે. સરહદ પરથી સેના હટાવવાનું કામ ચરણબદ્ધ રીતે કરવામાં આવશે. વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી ન થાય જેનાથી શાંતિને ખતરો થાય. સાથે સહમતિ કરવામાં આવી છે કે, બન્ને દેશોમાં સૈન્ય અને રાજનૈતિક સ્તર પર વાતચીત ચાલુ રહેવી જોઈએ.

હવે બન્ને દેશના વિશેષ પ્રતિનિધિ સરહદના મુદ્દા પર એક-બીજા સાથે ભવિષ્યમાં વાતચીત ચાલુ રાખશે. આ વાતચીત અન્ય બધા સ્તરની વાતચીત સાથે ચાલુ રહેશે. સૈન્ય અધિકારી સ્તર અને રાજનિતિક સ્તરની વાતચીત સિવાય પણ અજિત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી એક-બીજા સાથે સંપર્કમાં રહેશે. એવો નિર્ણય એટલા માટે કરવામાં લેવામાં આવ્યો છે કારણ કે, ભવિષ્યમાં સરહદ પર કોઈ પણ પ્રકારની મોટી સમસ્યાની સ્થિતિને નિવારી શકાય. આ બન્ને નજર રાખશે કે સરહદ પર બન્ને પક્ષો તરફથી દ્વિપક્ષીય પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં.

national news india china