ભારતે ચીનને આપ્યો મોટો ઝટકો: વધુ 47 ચીની એપ્સ પર પ્રતિબંધ

27 July, 2020 01:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતે ચીનને આપ્યો મોટો ઝટકો: વધુ 47 ચીની એપ્સ પર પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં ભારત સરકારે લીધેલા એક નિર્ણયે ચીનને ફરી મોટો ઝટકો આપ્યો છે. ભારત સરકારે 47 ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. હકીકતમાં  આ એપ્સ પહેલા પ્રતિબંધ કરાયેલ એપ્સના ક્લૉન એપ તરીકે કામ કરી રહી હતી. સરકારે આ પહેલા 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંદ લગાવ્યો છે. જેમાં ટિકટૉક, યુસી બ્રાઉઝર, વી ચેટ, સહીતના એપ્સનો સમાવેશ છે. આ ઉપરાંત ભારત સરકારે 275 ચીની એપ્સની યાદી પણ બનાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

બંધ કરવામાં આવેલી 47 એપ્સ આ પહેલકાં જે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તેની ક્લૉનિંગ હતી. એટલે કે, ભારત સરકારે ટિકટૉક પર પ્રતિબંધ મૂકી દીધા બાદ તે ટિકટૉક લાઇટના નામે સક્રિય હતી.

સરકારી સુત્રોએ આપેલિ માહિતી મુજબ, સરકાર તપાસ કરી રહી છે કે ચીનની એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા અને યૂઝર પ્રાઇવસી માટે ખતરો તો નથી ને? જે કંપનીઓના સર્વર ચીનમાં છે, તેમની પર પહેલા પ્રતિબંધ લગાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તે સિવાય અહેવાલ મુજબ, આ વખતે 275થી વધુ એપ્સની સૂચિ બનાવવામાં આવી રહી છે. જેમાં પબ્જી અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સનો સમાવેશ છે. ભારતમાં આ એપ્સના કરોડો યુઝર્સ છે. આ એપ્સ કથિત રીતે ચીન સાથે ડેટા શેર કરી રહી છે અને તેના કારણે સરકારી એજન્સીઓ તેમની સમીક્ષા કરી રહી છે. જોકે, જો કોઈ ખામી નહીં મળે તો કોઈ પણ એપ પ્રતિબંધિત નહીં થાય.

હાલમાં સરકાર દ્વારા નવા એપ્લિકેશન પ્રતિબંધ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. હવે સવાલ એ છે કે, શું આ વખતે PUBG પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે? કારણ કે પબ્જીના ઘણા જોડાણો ચીન સાથે જોડાયેલા છે, જો કે આ એપ્લિકેશનને સંપૂર્ણ ચીની કહી શકાતી નથી.

national news india china