ભારતથી તો નેપાલ અ‌ને પાકિસ્તાનમાં ભૂખમરો ઓછો છે

18 October, 2020 11:17 AM IST  |  Mumbai | Agencies

ભારતથી તો નેપાલ અ‌ને પાકિસ્તાનમાં ભૂખમરો ઓછો છે

પ્રતીકાત્મક તસવીર

ગ્લોબલ હંગર ઇન્ડેક્સનો રિપોર્ટ જાહેર થઈ ગયો છે. ૧૦૭ દેશો માટે કરવામાં આવેલ રૅન્કિંગમાં ભારત ૯૪મા ક્રમ પર આવ્યું છે. રિપોર્ટ અનુસાર ૨૭.૨ના સ્કોર સાથે ભારત ભૂખના મામલે ગંભીર સ્થિતિમાં છે.
અગાઉ કરવામાં આવેલા રૅન્કિંગમાં ૧૧૭ દેશોમાં ભારત ૧૦૨ ક્રમ પર આવ્યું હતું. ધ્યાન આપવા જેવી વાત છે કે ભારતની રૅન્કિંગમાં સુધારો થયો છે, પરંતુ સામે કુલ દેશોની સંખ્યા પણ ઘટી છે.
ભારત પોતાના અનેક પાડોશી દેશો કરતાં પણ પાછળ ચાલી રહ્યું છે, જેમાં નેપાલ (૭૩), પાકિસ્તાન (૮૮), બંગલા દેશ (૭૫) સિવાય ઇન્ડોનેશિયા (૭૭) જેવા દેશો પણ સામેલ છે.
રિપોર્ટ અનુસાર માત્ર ૧૩ દેશો એવા છે જે હંગર ઇન્ડેક્સમાં ભારત કરતાં પાછળ છે, જેમાં રવાન્ડા (૯૭), નાઇજીરિયા (૯૮), અફઘાનિસ્તાન (૯૯), લિબિયા (૧૦૨), મોઝામ્બિક (૧૦૩) અન ચાડ (૧૦૭) જેવા દેશો સામેલ છે.
રિપોર્ટ મુજબ ભારતની લગભગ ૧૪ ટકા વસ્તી કુપોષણનો શિકાર છે, જ્યારે ભારતમાં બાળકોમાં સ્ટંટિંગ રેટ ૩૭.૪ ટકા છે. સ્ટન્ડ બાળકો તેને કહેવાય છે જેમની ઊંચાઈ તેમની ઉંમરની સરખામણીમાં ઓછી હોય છે અને જેમનામાં ભયાનક કુપોષણનાં લક્ષણો જોવા મળે છે.
કન્સર્ન વર્લ્ડ વાઇડ ગ્લોબલ હંગર ઇન્ડેક્સનો રિપોર્ટ દર વર્ષે જાહેર કરે છે, જેમાં વિશ્વભરના તમામ દેશોમાં ભૂખમરા વિશેનો રિપોર્ટ હોય છે.

national news india pakistan bangladesh nepal