મધ્યપ્રદેશના CM કમલનાથના નજીકના લોકો પર આવકવેરા વિભાગના દરોડા

07 April, 2019 11:39 AM IST  |  ઈંદૌર

મધ્યપ્રદેશના CM કમલનાથના નજીકના લોકો પર આવકવેરા વિભાગના દરોડા

મધ્યપ્રદેશના CMના નજીકના લોકો પર આવકવેરા વિભાગના દરોડા(તસવીર સૌજન્યઃ ANI)

MPના મુખ્યમંત્રીના ભાણેજ રાતુલ પુરી અને તેમના અંગત સચિવના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. સૌથી પહેલા મોડી રાત્રે 3 વાગ્યા કમલનાથના OSD પ્રવીણ ક્કકડના ઘરે દરોડા પાડવામાં આવ્યા. તે સાથે જ તેમના સલાહકાર રાજેંદ્ર મિગલાનીના દિલ્હીમાં આવેલા ગ્રીન પાર્ક આવાસ પર પણ દરોડા ચાલુ જ છે.

સૂત્રોના પ્રમાણે દિલ્હી, ભોપાલ, ઈંદોર, ગોવા સહિત 50 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન પ્રતીક જોશીના ઘરેથી ભારે માત્રામાં કેશ મળી આવ્યું છે.


મળતી માહિતી પ્રમાણે, પ્રવીણ કક્કડની સામે પહેલાથી જ અનેક એજન્સીઓ તપાસ કરી રહી હતી. જ્યારે તેઓ પોલીસ અધિકારી હતા ત્યારે પણ તેમના પર તપાસ ચાલી રહી છે.


કોણ છે પ્રવીણ કક્કડ?
પ્રવીણ કક્કડે વર્ષ 2004માં પોલીસની નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. તે બાદ તેઓ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી કાંતિલાલ ભૂરિયાના અંગત સચિવ બની ગયા હતા. કહેવામાં આવે છેકે કાંતિલાલ ભૂરિયાને રતલામ ઝાબુઆ બેઠકથી પ્રવીણ કક્કડે બનાવેલી રણનીતિના કારણે જ જીત મેળવી હતી. ડિસેમ્બર 2018માં તેઓ કમલનથાના OSD બન્યા હતા.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં પણ રાહુલનો વાયદો, ગરીબોને ગેરેન્ટેડ ઈન્કમની જાહેરાત

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગના અધિકારીઓ જગ્યાએ જગ્યાએ દરોડા પાડી રહ્યા છે. આ પહેલા આંધ્ર પ્રદેશમાં પણ કેટલાક નેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેનો વિરોધ કરતા મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂએ ઉપવાસ કર્યા હતા અને PM નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેમના ઈશારા પર જ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

madhya pradesh Kamal Nath Loksabha 2019