મધ્યપ્રદેશમાં પણ રાહુલનો વાયદો, ગરીબોને ગેરેન્ટેડ ઈન્કમની જાહેરાત

Published: Feb 08, 2019, 17:28 IST | ભોપાલ

મધ્યપ્રદેશના ખેડૂત સંમેલનમાં રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે જો કોંગ્રેસ જીતશે તો ગરીબો માટે ગેરેન્ટેડ ઈન્કમ યોજના શરૂ થશે, જેની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થશે.

ભોપાલમાં સભાને સંબોધન કરતા રાહુલ ગાંધી
ભોપાલમાં સભાને સંબોધન કરતા રાહુલ ગાંધી

દેશભરમાં ચૂંટણીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ-કોંગ્રેસ એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે, તો વાયદાની મોસમ પણ ચાલુ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં ગરીબોને ગેરેન્ટેડ આવક આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના ખેડૂત સંમેલનમાં રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે જો કોંગ્રેસ જીતશે તો ગરીબો માટે ગેરેન્ટેડ ઈન્કમ યોજના શરૂ થશે, જેની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થશે. તો રાહુલ ગાંધીની મધ્યપ્રદેશની સભા દરમિયાન શિવરાજ સરકારમાં કૃષિ પ્રધાન રહેરા રામકૃષ્ણ કુસમરિયા કોંગ્રેસમાં સામેલ થયા હતા. 


ખેડૂતો અમારી તાકાત

પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે,'મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યુવાનો, ગરીબો અને મહિલાઓની સરકાર છે. રાજ્યનો દરેક યુવાન, દરેક ખેડૂત સમજે છે કે માલિક તમે છો. કોંગ્રેસ ચૂંટણી જીત્યું છે, તો અમે તમારી તાકાતના કારણે જીત્યા છીએ. કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા, કોઈ નેતા આ વાત નહીં ભૂલે. જનતા જ અમારી માલિક છે, અમારું કામ તમારા ઓર્ડર સાંભળવાનું છે.'

ખેડૂતોને નહીં ભૂલીએ

તો વધુમાં રાહુલ ગાંધીએ ઉમેર્યું કે જો સીએમ ખેડૂતોને ભૂલી ગયા, નવા સીએમ આવી જશે. અમે લોકો કામ કર્યા બાદ ઢોલ નથી પીટતા. દેવામાફઈનું કામ કમલનાથ, કે રાહુલે નહીં પરંતુ ખેડૂતોએ જ કર્યું છે. અમારું કામ માત્ર તમારી તાકાતને જોડવાનું છે. અમે તમારી વાત સાંભળી, તમારો આદર કર્યો છે. કોંગ્રેસનો દરેક મુખ્યમંત્રી આ વાતને નહીં ભૂલે. જે આ વાતને ભૂલશે તો નવા ચીફ મિનિસ્ટર આવી જશે."

પીએમ મોદીને કહ્યા ચોર

રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં મોદીજી લાંબા ભાષણ આપે છે, પરંતુ રાફેલ મુદ્દે વાત નથી કરતા. સંરક્ષણ મંત્રાલયના માણસો પણ કહે છે કે નરેન્દ્ર મોદી ચોર છે. ભાષણોમાં તો તેઓ કોંગ્રેસને મિટાવવાની વાત કરે છે, પણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં અમારી સરકાર બની ગઈ છે. અને દિલ્હીમાં પણ બનશે. અમારા કાર્યકર્તાઓ બબ્બર શેર છે.

આ પણ વાંચોઃ #PM Modi Live: દીદીને ચાવાળાથી આટલી ચીડ કેમ?

તો રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ખેડૂતોને ગેરંટી ઈન્કમ આપવાનો વાયદો પણ કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે ઐતિહાસિક નિર્ણય લીધા છે. મોદીજી કહે છે કે 17 રૂપિયા આપીશ, પરંતુ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ એ કામ કરશે, જે વિશ્વના કોઈ પણ દેશે નથી કર્યું. અમે ગરીબોને ગેરેન્ટેડ ઈન્કમ આપીશું. દરેક ગરીબ વ્યક્તિને આવક આપવાનું કામ, બેંક એકાઉન્ટમાં પૈસા નાખવાનું કામ અમારી સરકાર કરશે. અમે તમને 17 રૂપિયા આપીને અપમાન નહીં કરીએ. જો અનિલ અંબાણી-મેહુલ ચોકસીને પૈસા આપી શકાય છે, હિંદુસ્તાનના 15 સૌથી અમીર લોકોના દેવાં માફ કરી શકાય છે તો હિંદુસ્તાનની સરકાર ગરીબો માટે ઈન્કમ આપી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK