લો બોલો! પશ્ચિમ બંગાળમાં વિમાન બ્રિજ નીચે ફસાયું

25 December, 2019 10:09 AM IST  |  Mumbai Desk

લો બોલો! પશ્ચિમ બંગાળમાં વિમાન બ્રિજ નીચે ફસાયું

સોશ્યલ મીડિયા પર બે તસવીરો વાયુવેગે વાઇરલ થઈ રહી છે. આ તસવીરોને જોઈને તમે પણ થોડી વાર માટે ચકરાવે ચઢી જશો. પશ્ચિમ બંગાળમાં એક વિમાન બ્રિજની નીચે ફસાઈ ગયું હતું જેને જોવા માટે લોકોનાં ટોળેટોળાં જમાં થઈ રહ્યાં છે. લોકો આ વિમાનની તસવીરો ખેંચી રહ્યા છે અને આ ઘટનાની ભરપેટ મજા ઉઠાવી રહ્યા છે. 

બ્રિજ નીચે ફસાયેલું વિમાન ઇન્ડિયા પોસ્ટનું હતું. આ ઘટના શહેરના નૅશનલ હાઇવે-૨ પરની છે. વિમાન પશ્ચિમ વર્ધમાન જિલ્લાના દુર્ગાપુર શહેરમાં રસ્તાની વચ્ચોવચ ફસાઈ ગયું હતું. આ ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ‘સોમવાર રાતથી જ આ ટ્રક અહીં ફસાયેલી છે. ઇન્ડિયા પોસ્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર હાજર છે અને પોલીસ સ્ટેશનમાં વાતચીત ચાલી રહી છે.’

west bengal national news