જમ્મુ-કાશ્મીરમાં સૌપ્રથમ ડીડીસી ઇલેક્શનમાં 52 ટકા વોટિંગ થયું

29 November, 2020 10:43 AM IST  |  Jammu | Agency

જમ્મુ-કાશ્મીરમાં સૌપ્રથમ ડીડીસી ઇલેક્શનમાં 52 ટકા વોટિંગ થયું

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ અને કાશ્મીરમાં ગઈ કાલે યોજાયેલી જિલ્લા વિકાસ પરિષદની સૌપ્રથમ ચૂંટણીમાં મતદારોએ કોરોના અને ઠંડી બન્નેની પરવા ન કરતા સારા પ્રમાણમાં ૫૨ ટકા મતદાન કર્યું હતું. આઠ તબક્કાની આ ચૂંટણી ૧૯ ડિસેમ્બરે પૂરી થવાની છે.

રાજ્ય ચૂંટણી પંચ (એસઇસી)એ શનિવારે જમ્મુ અને કાશ્મીરમાં આઠ તબક્કાની જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી)ની છેલ્લી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

આ મુજબનો આદેશ રાજ્ય ચૂંટણી કમિશનર કે. કે. શર્મા દ્વારા જારી કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતની પેટાચૂંટણીઓની સાથે ડીડીસીની ચૂંટણી શનિવારથી શરૂ થઈ રહી છે.

જમ્મુ અૅન્ડ કાશ્મીર પંચાયતી રાજ અૅક્ટ, ૧૯૮૯ની કલમ ૩૬ હેઠળની સત્તાનો ઉપયોગ કરતાં ઇલેક્શન ઑથોરિટી (રાજ્ય ચૂંટણી પંચ) ડીડીસીની ચાલી રહેલી ચૂંટણીમાં આ ચૂંટણીના છેલ્લા તબક્કાની સમાપ્તિ માટે નક્કી કરવામાં આવેલા સમય – ૧૯મી ડિસેમ્બર બપોરે બે વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના ચૂંટણીલક્ષી એક્ઝિટ પોલ હાથ ધરવા પર અને પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ પણ પ્રકારે તેનાં પરિણામો દર્શાવવા પર પ્રતિબંધ ફરમાવે છે, તેમ શર્માએ તેમના આદેશમાં જણાવ્યું હતું.

jammu and kashmir national news