મહંતના મૃત્યુની ઘટનામાં દોષીને સજા થશે જ : યોગી

22 September, 2021 11:59 AM IST  |  Prayagraj | Agency

ગઈ કાલે મહંતના પાર્થિવ શરીરને અંજલિ આપી રહેલા યોગી આદિત્યનાથ. મહંતના શિષ્ય આનંદ ગિરિ (જમણે) સામે ગુનો નોંધાયો છે. પી.ટી.આઇ.

ગઈ કાલે મહંતના પાર્થિવ શરીરને અંજલિ આપી રહેલા યોગી આદિત્યનાથ. મહંતના શિષ્ય આનંદ ગિરિ (જમણે) સામે ગુનો નોંધાયો છે. પી.ટી.આઇ.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે બાગંબરી મઠમાં અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિનાં અંતિમ દર્શન બાદ પત્રકારોને જણાવ્યું હતું કે ‘હું મહંતજીના મૃત્યુથી ખૂબ દુખી છું. અધિકારીઓ આ બનાવની તપાસ કરી રહ્યા છે. દોષીઓને બક્ષવામાં નહીં આવે. તેમને સજા થઈને જ રહેશે.’
યોગીએ વધુમાં કહ્યું હતું કે ‘મહંત નરેન્દ્રગિરિએ સંત સમાજની ખૂબ સેવા કરી હતી. કુંભ મેળામાં તેમનો બહુ સારો સહયોગ મળ્યો હતો. તેમનું નિધન સંત સમાજ માટે બહુ મોટી ખોટ કહેવાય.’
પોલીસના જણાવ્યા અનુસાર મહંતે આત્મહત્યા કરી છે. જોકે મહંતને તેમના શિષ્ય આનંદગિરિએ આત્મહત્યા માટે મજબૂર કર્યા હોવાનો આક્ષેપ થયો છે.

મહંતે આત્મહત્યા કરતાં પહેલાં વિડિયો બનાવેલો?

મહંત નરેન્દ્રગિરિએ સોમવારે આત્મહત્યા કરતાં પહેલાં એક વિડિયો રેકૉર્ડ કર્યો હોવાનું તેમના એક શિષ્ય નિર્ભય દ્વિવેદીએ એક જાણીતા મૅગેઝિનને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. આ વિડિયો પોલીસ પાસે છે અને એ ચકાસવામાં આવી રહ્યો છે, એવું કહીને શિષ્યએ ઉમેર્યું હતું કે વિડિયોનાં ફૂટેજ મહંતે લખેલી સુસાઇડ-નોટની વિગતોને મળતા આવે છે. મહંતે સુસાઇડ-નોટમાં પોતાને હેરાન કરતા લોકોનાં નામ આપ્યાં હોવાનું મનાય છે. પ્રયાગરાજ પોલીસે હરિદ્વારમાં રહેતા મહંતના શિષ્ય આનંદગિરિને અટકમાં લીધા છે અને તેની સામે મહંતને આત્મહત્યા કરવાની ફરજ પાડવા સંબંધિત ગુનો નોંધ્યો છે.

national news uttar pradesh