દિલ્હીમાં ફરાળી લોટ ખાવાથી ૮૦૦ લોકોની તબિયત બગડી

15 April, 2021 11:52 AM IST  |  New Delhi | Agency

દિલ્હીમાં મંગળવારે રાતે ફરાળી (કુટ્ટુના) લોટની રોટલી ખાધા બાદ આશરે ૮૦૦થી ૧૦૦૦ લોકોની તબિયત બગડી હતી જેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. 

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી ઃ (જી.એન.એસ.)દેશની રાજધાની દિલ્હી ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં મંગળવારે રાતે ફરાળી (કુટ્ટુના) લોટની રોટલી ખાધા બાદ આશરે ૮૦૦થી ૧૦૦૦ લોકોની તબિયત બગડી હતી જેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. 
પેટમાં દુખાવો, ઊલટી, ચક્કર અને કંપારીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ મંગળવારે રાતે દિલ્હીની લાલબહાદુર શાસ્ત્રી હૉસ્પિટલમાં ધામા નાખ્યા હતા. એ પૈકીના સૌથી વધારે દરદીઓ પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી, ખિચડીપુર અને ત્રિલોકપુરી વિસ્તારના હતા. ફરાળી લોટના કારણે થયેલી આ સમસ્યાને લઈ એ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. 

national news new delhi