જરૂર પડી તો ફરી કરશું સર્જીકલ સ્ટ્રાઇક, નવા એરફોર્સ ચીફે કર્યો હુંકાર

30 September, 2019 07:22 PM IST  |  મુંબઈ ડેસ્ક

જરૂર પડી તો ફરી કરશું સર્જીકલ સ્ટ્રાઇક, નવા એરફોર્સ ચીફે કર્યો હુંકાર

આરએસ ભદોરિયા

ભારતીય વાયુસેના પ્રમુખનું પદ સંભાળતા જ એર માર્શલ રાકેશ કુમાર ભદોરિયાએ સોમવારે પાકિસ્તાન માટે ચેતવણીના લહેકાનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે, "અમે કોઇ પણ ખતરો કે ચેતવણી સામે લડવા માટે તૈયાર છીએ."

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તરફથી ન્યૂક્લિયર વૉરની ચેતવણી પર તેમણે કહ્યું, "ન્યૂક્લિયર સંબંધિત મામલાની તેમની આ જ વિચારધારા છે અને આપણી પોતાની વિચારધારા, પોતાનું વિશ્લેષણ છે. કોઇ પણ પડકારનો સામનો કરવા અમે તૈયાર છીએ."

જરૂર પડ્યે ફરી કરશે સર્જિકલ સ્ટ્રાઇક
ભવિષ્યમાં બાલાકોટ સ્ટ્રાઇક જેવા હુમલાની શક્યતા વિશે પૂછવા પર એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કહ્યું, "અમે ત્યારે પણ તૈયાર હતા. અને આગળ પણ તૈયાર રહીશું. કોઇપણ પ્રકારની ચેતવણી અને પડકારો સામે લડવા માટે અમે તૈયાર છીએ." તેમણે એ પણ જણાવ્યું કે પાકિસ્તાન ફરી બાલાકોટ આતંકી શિબિરો તૈયાર કરે છે અને અમે આ બાબતથી માહિતગાર છીએ અને જરૂર પડશે તો જરૂરી કાર્યવાહી કરશું.

ભારતીય વાયુસેનાના પ્રમુખ પદની જવાબદારી સોમવારે એર માર્શલ રાકેશ કુમાર ભદોરિયાએ સંભાળી લીધી. આ પદથી આજે રિટાયર થયેલા બીએસ ધનોઆના સ્થાનની પસંદગી કરી છે. રિટાયરમેન્ટ પહેલા ધનોઆ નેશનલ વૉર મેમોરિયલ ગયા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. એર માર્શલ ભદોરિયા પણ 30 સપ્ટેમ્બરના રિટાયર થવાના હતા. પણ હવે વાયુસેના પ્રમુખ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે માનવામાં આવે છે કે આગામી બે વર્ષ સુધી આ પદ પર રહેશે.

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

જૂન 1980માં વાયુસેનામાં થયા હતા સામેલ
જણાવીએ કે કેન્દ્ર સરકારે એર માર્શલ આરકેએસ ભદોરિયાની આગામી વાયુસેના અધ્યક્ષ તરીકે પસંદગી કરી છે. તેમણે વાયુસેનામાં જુદા જુદા પ્રમુખ પદો પર તે જવાબદારી લઈ ચૂક્યા છે.

indian air force national news