જલેબીથી દિલ્હીનું પ્રદૂષણ વધ્યું હોય તો જલેબી ખાવાનું છોડી દઈશ: ગંભીર

19 November, 2019 12:30 PM IST  |  New Delhi

જલેબીથી દિલ્હીનું પ્રદૂષણ વધ્યું હોય તો જલેબી ખાવાનું છોડી દઈશ: ગંભીર

ગૌતમ ગંભીર

(જી.એન.એસ.) બીજેપીના દિલ્હીના સંસદસભ્ય ગૌતમ ગંભીરે ઇન્દોરમાં જલેબી ખાધી એને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. હવે તો વાત એટલે સુધી વધી ગઈ કે ગૌતમ ગંભીરે કહી દીધું કે જો મેં જલેબી ખાધી એનાથી દિલ્હીનું પ્રદૂષણ વધ્યું છે તો હું હંમેશ માટે જલેબી ખાવાનું છોડી શકું છું. ૧૦ મિનિટમાં મને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જો આટલી મહેનત દિલ્હીના પ્રદૂષણને ઘટાડવા માટે કરી હોત તો આપણે વ્યવસ્થિત શ્વાસ લઈ શકતા હોત.

ગંભીરે તેને ટ્રોલ કરનારાઓ પર નિશાન તાકતાં કહ્યું કે જો મને ગાળ દેવાથી દિલ્હીનું પૉલ્યુશન ઓછું થતું હોય તો તમે ગાળ બોલો. ગૌતમ ગંભીરે પોતાના સત્તાવાર ટ્વિટર-અકાઉન્ટ પર લખ્યું કે મારા મતવિસ્તાર અને મારા શહેરથી જોડાયેલું મારું કમિટમેન્ટ, જે કાર્ય અહીં થયા છે એના આધારે મને જજ કરવો જોઈએ.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ગંભીરે દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકતાં કહ્યું કે ‘દિલ્હીનાં ઇમાનદાર સીએમ મારી વિરુદ્ધ ખોટા પ્રોપગેંડા અને ખોટી ચીજો ફેલાવી રહ્યા છે, પરંતુ મને મારા મતવિસ્તારના લોકો પર સંપૂર્ણ ભરોસો છે કે તેઓ મારા કામના આધારે મારું મૂલ્યાંકન કરશે.’

national news gautam gambhir