ભારતની કોવૅક્સિન ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે પણ અસરકારક

03 August, 2021 12:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં હાલના કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ખુબ ખતરનાક અને સંક્રામક છે

કોવૅક્સિન

દેશમાં કોરોના વિરુદ્ધ જંગ વચ્ચે એક મોટા અને સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ વિરુદ્ધ કોવૅક્સીન અસરકારક છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં હાલના કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ખુબ ખતરનાક અને સંક્રામક છે. પરંતુ સરકારી પેનલ ઇન્સાકાગે સ્પષ્ટ કર્યુ છે કે ડેલ્ટાથી પેદા થયેલા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મુકાબલે ઓછો સંક્રામક હોઈ શકે છે. ઇન્સાકાગે તે પણ કહ્યું છે કે એવાઈ.૩ ને ડેલ્ટાના નવા ઉપ-સ્વરૂપના રૂપમાં ચિન્હિત કરવામાં આવ્યો છે. આ મ્યૂટેન્ટ વિશે હજુ કોઈ મહત્વપૂર્ણ જાણકારી નથી. પરંતુ તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધી ૮૫ દેશોમાં ફેલાય ચુક્યો છે.

national news coronavirus covid19 covid vaccine