ICMR સ્ટડીમાં ખુલાસો- કોરોનાની બીજી લહેર ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક

17 June, 2021 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના વાયરસની બીજી લહેરે ગર્ભવતી મહિલાઓ અને તાજેતરમાં બાળકોને જન્મ આપી ચૂકેલી મહિલાઓ પર વધારે અસરકારક રહી. 

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ની એક સ્ટડી પ્રમાણે, કોરોના વાયરસની બીજી લહેરે ગર્ભવતી મહિલાઓ અને તાજેતરમાં બાળકને જન્મ આપી ચૂકેલી મહિલાઓ પર વધારે અસરકારક રહી. ગંભીર લક્ષણ ધરાવતા કેસ અને મૃત્યુદર પણ પહેલી લહેરની તુલનામાં આ લહેરમાં વધારે રહ્યા.

આ સ્ટડીમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકોને જન્મ આપી ચૂકેલી મહિલાઓને મામલે પહેલી અને બીજી લહેર દરમિયાનની તુલના કરવામાં આવી.

સ્ટડી પ્રમાણે, બીજી લહેરમાં લક્ષણો ધરાવનારા કેસ આ વખતે વધારે હતા જે 28.7 ટકા હતા, જ્યારે પહેલી લહેરમાં આ આંકડો 14.2 ટકા સુધી હતો. તો બીજી લહેરમાં મૃત્યુ દર 5.7 ટકા રહ્યો હતો અને પહેલી લહેરમાં ફક્ત 0.7 ટકા સુધી હતો.

આ સ્ટડીને કુલ 1530 ગર્ભવતી અને બાળકોને જન્મ આપનારી મહિલાઓ પર કરવામાં આવ્યો, જેમાં 1143 પહેલી લહેર, 387 બીજી લહેરમાં સામેલ હતી.

પહેલી અને બીજી લહેરમાં કુલ મળીને મૃત્યુદર બે ટકા રહ્યો, જેમાં મોટાભાગે કોવિડ ન્યૂમોનિયા અને શ્વાસ લેવામાં મુશ્કેલીના કેસ હતા. સ્ટડીથી એ સ્પષ્ટ થયું કે આ શ્રેણીની મહિલાઓ માટે વૅક્સિનેશન ખૂબ જ જરૂરી છે.

ભારતમાં સ્તનપાન કરાવનારી મહિલાઓને વૅક્સિન લેવાની સલાહ આપવામાં આવી છે, જો કે ભારત સરકાર તરફથી કોઇ ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. આ મામલે નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઑફ ઇમ્યુનાઇઝેશનમાં મંથન ચાલી રહ્યું છે.

તો, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)તાજેતરમાં જ ભલામણ કરી હતી કે જો ગર્ભવી મહિલાઓને કોવિડનું જોખમ હોય અને જો તેમણે અન્ય બીમારીઓ છે તો વૅક્સિન મૂકાવવી જોઇએ.

national news coronavirus covid vaccine covid19