દિલ્હીમાં ડૉગના વૉક માટે સ્ટેડિયમ ખાલી કરાવનાર IAS અધિકારી દંપતીની બદલી

28 May, 2022 12:22 PM IST  |  New Delhi | Agency

દિલ્હીમાં ડૉગના વૉક માટે સ્ટેડિયમ ખાલી કરાવનાર IAS અધિકારીની લદાખમાં બદલી તો પત્નીની ટ્રાન્સફર અરુણાચલ પ્રદેશમાં

દિલ્હીમાં ડૉગના વૉક માટે સ્ટેડિયમ ખાલી કરાવનાર આઇએએસ અધિકારીની લદાખમાં બદલી તો પત્નીની ટ્રાન્સફર અરુણાચલ પ્રદેશમાં

દિલ્હીના સ્ટેડિયમમાં પોતાના ડૉગને વૉક માટે લઈ જનાર આઇએએસ અધિકારીની લદાખમાં બદલી કરવામાં આવી છે. ‘સરકાર દ્વારા સંચાલિત ત્યાગરાજ સ્ટેડિયમને વહેલું બંધ કરી દેવામાં આવતું હતું જેથી આ અધિકારી પત્ની સાથે કૂતરાને વૉક કરાવવા માટે લઈ જઈ શકે’ એવા એક અહેવાલ બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. હોમ મિનિસ્ટ્રી દ્વારા દિલ્હીના ચીફ સેક્રેટરી પાસે આઇએએસ અધિકારી સંજીવ ખિરવાર તેમ જ તેમની પત્ની દ્વારા સ્ટેડિયમની સુવિધાના દુરુપયોગ પરનો અહેવાલ મગાવ્યો હતો, જે ગુરુવારે સાંજે હોમ મિનિસ્ટ્રીને મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમની બદલીનો આદેશ મોકલવામાં આવ્યો છે. પત્ની રિન્કુ ડગ્ગાની બદલી અરુણાચલમાં કરી દેવામાં આવી છે. એ પહેલાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકાર સંચાલિત તમામ સુવિધાને ખેલાડીઓ માટે રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો હતો. કેજરીવાલે કહ્યું કે ગરમી તેમ જ સ્ટેડિયમ સાંજે ૬થી ૭ વાગ્યા સુધી બંધ થઈ જતાં ખેલાડીઓને ઘણી સમસ્યા થતી હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે જેથી રમતગમતની સુવિધા રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો હતો. 

national news new delhi