પરફ્યુમ કે ગૅન્ગ-રેપ માટેની ઍડ?

05 June, 2022 09:02 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સને તાત્કાલિક આ બ્રૅન્ડની ઍડ્સને હટાવવા જણાવ્યું, સોશ્યલ મીડિયા યુઝર્સે આ ઍડ્સની વિરુદ્ધ રોષ ઠાલવ્યો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

એક પરફ્યુમ બ્રૅન્ડની ઍડ્સને લઈને ખૂબ જ હંગામો મચી ગયો છે, જેનો વ્યાપકપણે વિરોધ થઈ રહ્યો છે. આખરે કેન્દ્ર સરકારે ટ્‌વિટર અને યુટ્યુબને આ બ્રૅન્ડની બે વિવાદાસ્પદ ઍડ્ને હટાવવા જણાવ્યું હતું. દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરને લેટર લખીને આ મામલે તાત્કાલિક ઍક્શન લેવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ઍડ્સ ‘ગૅન્ગ-રેપ કલ્ચર’ને પ્રમોટ કરે છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સને તાત્કાલિક આ બ્રૅન્ડની જાહેરાતના તમામ અંશને હટાવવા માટે જણાવ્યું છે.

વાસ્તવમાં ઍડ્વર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્ઝ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને આ ઍડ જાહેર હિતની વિરુદ્ધ અને તેમની સંહિતાનો ગંભીર ભંગ ગણાવી એના પછી સરકાર દ્વારા આ ઍક્શન લેવામાં આવી હતી.

સોશ્યલ મીડિયા યુઝર્સે આ ઍડ્ઝ ‘રેપ’ને પ્રમોટ કરતી હોવાનું જણાવીને એની ટીકા કરી એના પછી ઍડ્વર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્ઝ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ લેયર્સ શોટની બે નવી ઍડ વિરુદ્ધ ઍક્શન લીધી હતી. એક વિવાદાસ્પદ ઍડ્માં બતાવાયું છે કે એક બેડરૂમમાં એક યંગ કપલ બેઠું છે અને એવામાં દરવાજો ખટખટાવ્યા વિના ચાર યંગસ્ટર્સ આવી જાય છે. તેઓ લેડીને એક દ્વિઅર્થી અને વાંધાજનક સવાલ પૂછે છે અને એ પછી ટેબલ પર પડેલું શોટ પરફ્યુમ લે છે.

બીજી ઍડમાં ચાર યંગસ્ટર્સ એક સુપરસ્ટોરમાં એક છોકરીની પાછળ ઊભા છે. અહીં પણ આ છોકરીને લઈને દ્વિઅર્થી અને વાંધાજનક વાત કહેવામાં આવે છે. આ એડ્ મહિલાઓનું અપમાન કરતી હોવાનું પણ જણાવાયું છે. 

national news youtube twitter facebook i&b ministry