ગર્લ્સ કોલેજનું વિચિત્ર ફરમાન-ભારતીય પરિધાન પહેરશો તો જ મળશે સારો છોકરો

15 September, 2019 12:36 PM IST  |  હૈદરાબાદ

ગર્લ્સ કોલેજનું વિચિત્ર ફરમાન-ભારતીય પરિધાન પહેરશો તો જ મળશે સારો છોકરો

પ્રતિકાત્મક તસવીર

હૈદરાબાદની જાણીતી સેન્ટ ફ્રાંસિસ ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓના ડ્રેસ કોડને લઈને નવો આદેશ જાહેર કર્યો છે.સાથે જ કોલેજ પ્રશાસને શોર્ટ્સ, સ્લીવલેસ કે એ પ્રકારના અન્ય કપડા પહેરવા પર પ્રતિબંધ મુક્યો છે.

નવો નિયમ લાગૂ થયા બાદ જે વિદ્યાર્થિનીઓએ આ આદેશનું પાલન ન કર્યું, તેમને ક્લાસરૂમમાં આવવાની રજા ન આ આપવામાં આવી. કૉલેજ પ્રશાસને નવો ડ્રેસ કોડ પહેલી ઑગસ્ટથી લાગૂ કરી દીધો હતો. નવા નિયમને લઈને વિદ્યાર્થીઓનું કહેવું છે કે એવા સમયમાં જ્યારે આપણે મહિલા સશક્તિકરણની વાત કરી રહ્યા છે ત્યારે આ પ્રકારનું ફરમાન જાહેર કરવું તેની વિરુદ્ધમાં છે.

સારા માંગા માટે સૂટ જરૂરી
સેન્ટ ફ્રાંસિસ કૉલેજની એક પૂર્વ વિદ્યાર્થિનીએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે કોલેજે સત્રની વચ્ચે એક નવા ડ્રેસ કોડનું એલાન કર્યું છે. વિદ્યાર્થિનીએ કહ્યું કે, વિદ્યાર્થિનીઓના પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું હતું કે લાંબી કુર્તી પહેરવાથી લગ્નના સારા પ્રસ્તાવ મળશે. પૂર્વ વિદ્યાર્થિનીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે કૉલેજના અધિકારીઓએ વિદ્યાર્થિનીઓના પ્રતિનિધિઓને કહ્યું કે આ આદેશ સામે અવાજ ઉઠાવવો યોગ્ય નહીં.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ...

વિદ્યાર્થિનીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે ઘૂંટણથી થોડી ઉપરની કુર્તી પહેરવા બદલ તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જેઓ આ નિયમનું પાલન નથી કરતા તેને કોલેજની બહાર ઉભા રાખવામાં આવે છે. જેનાથી તેઓ ક્લાસ નથી ભરી શકતા.

વિદ્યાર્થિનીઓની કુર્તીની લંબાઈ માપવા માટે કોલેજમાં મહિલા સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ વિદ્યાર્થિઓના આઈડી કાર્ડ ચેક કરે છે અને કુર્તીઓ પણ ખેંચે છે.

hyderabad national news