કોવૅક્સિનની સાઇડ ઇફેક્ટ્સ માટે સરકાર પાસે બાંયધરી નથી મગાઈ

16 June, 2021 01:50 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

ભારત બાયોટેકે ભારે બબાલ પછી કરી છે આવી સ્પષ્ટતા

પ્રતીકાત્મક તસવીર

વૅક્સિન પ્રાઇસિંગ ઍન્ડ પ્રૉક્યોરમેન્ટની સમજૂતી વેળા કોરોના વાઇરસ વૅક્સિનની પ્રતિકૂળ અસર સંદર્ભે કેન્દ્ર સરકાર પાસે કોઈ બાંયધરી ન માગી હોવાનું હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ જણાવ્યું હતું. ભારતમાં નૅશનલ કોવિડ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં વપરાતી બે વૅક્સિન્સમાં એક ભારત બાયોટેકની કોવૅક્સિન છે. ભારત બાયોટેક કંપનીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારના આદેશ અનુસાર અત્યાર સુધીમાં કોવૅક્સિનના કુલ ઉત્પાદનના ૧૦ ટકા કરતાં ઓછો માલ પ્રાઇવેટ હૉસ્પિટલોને અને બાકીનો માલ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો છે. 

national news coronavirus covid19 covid vaccine vaccination drive hyderabad