22 હજારનો દંડ માત્ર 400 રૂપિયા ભરીને પતાવો, ખુદ પોલીસવાળાએ આપી ટિપ્સ

23 September, 2019 03:07 PM IST  |  દિલ્હી

22 હજારનો દંડ માત્ર 400 રૂપિયા ભરીને પતાવો, ખુદ પોલીસવાળાએ આપી ટિપ્સ

નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ ટ્રાફિકનો નિયમ તોડનાર લોકોને હજારો લાખો રૂપિયાના દંડ ફટકારાઈ રહ્યા છે. ત્યારે લોકોના મનમાં ટ્રાફિક નિયમોના ભંગને લઈ ડર સર્જાયો છે. હવે આ જ ડરને થોડો ઘટાડવા માટે ખુદ પોલીસે ટિપ્સ આપી છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોલીસ કર્મીનો વીડિયો વાઈરલ થયો જે, જેમાં તે તમને ઓછા પૈસામાં મોટો દંડ કેવી રીતે પૂરો કરવો તે સમજાવી રહ્યો છે. લગભગ 15 મિનિટ લાંબા આ વીડિયોને 3 લાખથી વધુ લોકો શૅર કરી ચૂક્યા છે અને 1 કરોડથી વધુ વાર આ વીડિયો જોવાઈ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે જો તમે ગાડી ચલાવો છો, તે સમયે તમારી પાસે લાઈસન્સ નથી તો તમને 5 હજારનો દંડ થાય છે, જે પહેલા 500 રૂપિયા હતો. આ નિયમને કારણે ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આ પોલીસ કર્મીએ વીડિયોમાં કહ્યું છે કે કેવી રીતે 5 હજારનો દંડ 100 રૂપિયાથી ભરી શકાય છે.

પોલીસ જવાન સુનીલ સંધુએ વીડિયોમાં સૌથી પહેલા ટ્રાફિકના નવા નિયમો અંગે માહિતી આપતા કહ્યું છે કે,'લાઈસન્સ કે રજિસ્ટ્રેશન ન હોય તો 5 હજારનો દંડ, પીયુસી ન હોય તો 10 હજારનો દંડ અને ઈન્સ્યોરન્સ ડોક્યુમેન્ટ ન હોય તો 2 હજારનો દંડ થશે.' આ રીતે તે વીડિયોમાં એક-એક કરીને દંડનું આખું લિસ્ટ કહી રહ્યો છે. બાદમાં તેણે વીડિયોમાં કહે છે કે જો તમારી પાસે આમાંથી એક પણ દસ્તાવેજ ભૂલી ગયા હો તો દંડને ઓછો કરીને 100 રૂપિયા ભરી શકો છો.

સંધુના કહેવા પ્રમાણે ટ્રાફિક પોલીસનો દંડ ભરવા માટે તમારી પાસે 14 દિવસનો સમય હોય છે. આ 15 દિવસમાં તમે અધિકારીઓને ડોક્યુમેન્ટ્સ બતાવીને તમારો દંડ ઘટાડી શકો છો. એટલે કે જો તમારી પાસે લાઈસન્સ, રજિસ્ટ્રેશન, પીયુસી અને ઈન્સ્યોરન્સ નથી તો નવા નિયમ પ્રમાણે તમને 22 હજારનો દંડ થાય છે. પરંતુ 15 દિવસમાં તમે આ તમામ દસ્તાવેજો પોલીસને બતાવીને દરેક દંડ બદલ 100-100 રૂપિયા ભરી શકો છો. એટલે કે ચાર નિયમના ભંગ બદલ તમારે માત્ર 400 રૂપિયા આપવા પડશે.

આ પણ વાંચોઃ સાપ સાથે કરતો હતો મસ્તી, સાપને આવ્યો ગુસ્સો અને... જુઓ વીડિયો

સંધુએ કહ્યું કે આ પ્રક્રિયા થોડી લાંબી છે, પરંતુ આ રીતે તમે મોટું નુક્સાન બચાવી શકો છો. સાથે જ સંધુએ કહ્યું કે આનો ઉપયોગ તમે નશામાં ગાડી ચલાવવા કે હેલમેટ ન પહેરવા જેવા નિયમ પર નથી થતો.

national news