કેવી રીતે શરીરને પ્રભાવિત કરે છે મ્યૂકોરમાઇકોસિસ, શું છે આનું કારણ- એમ્સ નિદેશક

15 May, 2021 06:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એમ્સ નિદેશક રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જેમ જેમ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે, આ સૌથી મહત્વપૂર્ણ છે કે હૉસ્પિટલમાં સંક્રમણ પર કાબૂ મેળવવાના પ્રોટોકૉલનું પાલન કરવું.

પ્રતીકાત્મક તસવીર

એમ્સના નિદેશક રણદીપ ગુલેરિયા (AIIMS Director Randeep Guleria)એ કહ્યું કે મ્યૂકોરમાઇકોસિસ ચહેરા, સંક્રમિત નાક, આંખ અને મગજને પ્રભાવિત કરી શકે છે અને આને કારણે આંખની દ્રષ્ટિ પણ જઈ શકે છે. આની સાથે જ સંક્રમણ ફેફસાં સુધી ફેલાઇ શકે છે. આ સંક્રમણની પાછળ સ્ટેરૉઇડનો દુરુપયોગ એક પ્રમુખ કારણ છે. ગુલેરિયાએ કહ્યું કે જેમ જેમ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે, આ સૌથી મહત્વનું છે કે આપણે હૉસ્પિટલમાં સંક્રમણ પર કાબૂ મેળવવા માટેના પ્રોટોકૉલનું પાલન કરીએ. આ જોવામાં આવ્યું છે કે જીવાણુ (બેક્ટ્રિયલ) અને વિષાણુ (વાયરસ)વાળા સંક્રમણને કારમે મૃત્યુ દર વધ્યો છે.

એમ્સ નિદેશકે કહ્યું કે મ્યૂકોરમાઇકોસિસ બીજાણુ માટી, હવા અને અહીં સુધી કે ખોરાકમાં પણ જોવા મળે છે. પણ તે ઓછા વિષાણુવાળા હોય છે અને સામાન્ય રીતે સંક્રમણનું કારણ નથી બનતા. કોવિડ પહેલા આ સંક્રમણના ખૂબ જ ઓછા કેસ હતા. હવે કોવિડને કારણે મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે એમ્સમાં આ ફંગલ ઇન્ફેક્શનના 23 દર્દીઓની સારવાર થઈ રહી છે. તેમાંથી 20 હજીપણ કોવિડ-19 પૉઝિટીવ છે અને અન્ય 3 નેગેટિવ છે. કેટલાય રાજ્યોમાં મ્યૂકોરમાઇકોસિસના 500થી વધારે કેસ સામે આવ્યા છે.

ગુલેરિયાએ કહ્યું કે સ્ટેરૉઇડનો દુરુપયોગ આ સંક્રમણનું એક પ્રમુખ કારણ છે. ડાયાબિટીઝ કોવિડ પૉઝિટીવ અને સ્ટેરૉઇડ લેનારા દર્દીઓમાં ફંગલ ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે. આને અટકાવવા માટે આપણે સ્ટેરૉઇડનો દુરુપયોગ અટકાવવો જોઇએ.

નીતિ આયોગના સભ્ય વીકે પૉલે દેશમાં વેક્સીનેશનની સ્થિતિ વિશે જણાવ્યું કે દેશમાં પહેલો ડૉઝ એવરેજ 82 ટકા ફ્રન્ટલાઇન વર્કર્સને આપવામાં આવી ચૂકી છે. ગુજરાતમાં 93 ટકા, રાજસ્થાનમાં 91 ટકા અને મધ્ય પ્રદેશમાં 90 ટકા ફ્રન્ટલાઇન વર્કર્સને પહેલો ડૉઝ આપવામાં આવ્યો છે. દિલ્હીમાં આ 80 ટકા છે. તેમણે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી 89 ટકા સ્વાસ્થ્ય કર્મચારીઓને વેક્સીનનો પહેલો ડૉઝ આપવામાં આવ્યો છે. રાજસ્થાનમાં 95 ટકા, મધ્ય પ્રદેશમાં 96 ટકા અને છત્તીસગઢમાં 99 ટકા સ્વાસ્થ્ય કર્મચારીઓને વેક્સીન આપવામાં આવી. દિલ્હીમાં 78 ટકા છે.

national news coronavirus covid19 covid vaccine