Terror Monitoring Group તોડશે આતંકવાદની કમર, અમિત શાહનો મોટો નિર્ણય

15 June, 2019 07:34 PM IST  |  નવી દિલ્હી

Terror Monitoring Group તોડશે આતંકવાદની કમર, અમિત શાહનો મોટો નિર્ણય

Terror Monitoring Group તોડશે આતંકવાદની કમર

જમ્મૂ કશ્મીરમાં આતંકી ગતિવિધિઓ અને તેને પોષવા માટે ફંડ ભેગા કરત લોકો પર હવે ખાસ નજર રાખવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ માટે AIDG, CID, J AND K પોલીસના નેતૃત્વમાં એક ખાસ નવા ટેરર મોનિટરિંગ ગ્રુપની રચના કરી છે. આ ગ્રુપની રચના આતંક સામે તરત કાર્રવાઈ કરવાના હેતુથી કરવામાં આવી છે.

આતંકની સામે બનાવવામાં આવેલા આ ગ્રુપના ચેરમેન એડીજીપી(સીઆઈડી) હશે. સાથે જ આઈબી, એનઆઈએ, સીબીઆઈ, સીબીસી, સીબીડીટી અને ઈડીના લોકો પણ આ ગ્રુપમાં સામેલ કરવામાં આવશે. આ સિવાય એડીજીપીની મદદ માટે કેટલાક અન્ય લોકોને પણ સામેલ કરવામાં આવી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું આ પગલું જમ્મૂ કશ્મીરના મામલાને જોતી ડેસ્કના નિર્દેશન પર ઉઠાવવામાં આવ્યું છે. આ પહેલા પણ રાજ્યમાં આતંકવાદીઓની કમર તોડવા માટે કેન્દ્રની સરકાર સતત પગલાઓ લઈ રહી છે. ટીએમજી પણ તેનો જ એક ભાગ છે.

શું હશે ટીએમજીનું કામ?
આ ટીમ આંતકીઓ માટે ફંડ એકઠું કરતી તમામ ચેનલોની માહિતી મેળવશે. જેનાથી ભવિષ્યમાં ટેરર ફંડિંગ રોકવામાં મદદ મળશે. આવી ગતિવિધિઓમાં જેની સંડોવણી હશે તેવો લોકો પર કડક કાર્રવાઈ થશે.

આ પણ વાંચોઃ એક કાર્ડથી મેટ્રો યાત્રિકો ફરી શકશે દેશ આખામાં, મોદી સરકાર આપશે ભેટ

આતંકવાદને પનાહ આપતા સંગઠનો પર કાર્રવાઈ
આ ગ્રુપને આતંકવાદને શરણ આપતા સંગઠનો અને તેને નેતાઓને શોધવા અને તેમની સામે કઠોર કાર્રવાઈ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ સમૂહ જમ્મૂ કશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા અલગ અલગ સ્ત્રોતોથી આવતા પૈસાની ચેનલોની માહિતી મેળવશે અને તેમને બંધ કરશે. સાથે તેની સાથે જોડાયેલા તત્વો સામે કાર્રવાઈ કરશે. સૂચના પ્રમાણે ટીએમજીની સાપ્તાહિક બેઠક થશે અને તેનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપવામાં આવશે.

amit shah terror attack