BRICSમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર કર્યો પ્રહાર

17 November, 2020 08:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BRICSમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર કર્યો પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વીડિયો કૉન્ફરન્સ દ્વારા બ્રિક્સ સંમેલન (BRICS Summit)માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council)  સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સુધારાની માગ કરી હતી. તેમ જ આતંકવાદનું સમર્થન કરનારા દેશોને દંડિત કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો.

વડાપ્રધાન મોદીએ આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની ભરપુર પ્રશંસા કરી, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નામનો તેમણે ઉલ્લેખ પણ ના કર્યો નહોતો. તેમણે કહ્યું કે, આજે મલ્ટિલેટરલ સિસ્ટમ એક સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ગ્લોબલ ગવર્નેંસની સંસ્થાઓની ક્રેડિબિલિટી અને ઇફેક્ટિવનેસ બંને પર પ્રશ્ન ઊઠી રહ્યો છે. આનું કારણ એ છે કે આમાં સમયની સાથે યોગ્ય બદલાવ આવ્યા નથી. આ હજી પણ પણ 75 વર્ષ જૂના વિશ્વની માનસિકતા અને વાસ્તવિકતા પર આધારિત છે. ભારતનું માનવું છે કે યૂએન સિક્યુરિટી કાઉન્સિલમાં રિફૉર્મ્સ ઘણું જ અનિવાર્ય છે. આ વિષય પર અમને અમારા બ્રિક્સ પાર્ટનર્સના સમર્થનની અપેક્ષા છે.

આતંકવાદને વિશ્વની સૌથી મોટી સમસ્યા ગણાવતા વડાપ્રધાને કહ્યું કે “આતંકવાદ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. આપણે એ ખાતરી કરવા પડશે કે આતંકવાદીઓને સહાયતા અને સમર્થન આપનારા દેશોને પણ દોષી ઠેરવવામાં આવે અને આ સમસ્યાનો સંગઠિત થઈને મુકાબલો કરવામાં આવે. અમને ખુશી છે કે રશિયાની અધ્યક્ષતા દરમિયાન બ્રિક્સ કાઉન્ટર ટેરરિઝ્મ સ્ટ્રેટિજીને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ એક મહત્વપૂર્ણ સિદ્ધી છે અને ભારત આ કાર્યને પોતાની અધ્યક્ષતા દરમિયાન વધારે આગળ વધારશે.”

બ્રિક્સનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે, કોવિડ બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં રિકવરીમાં બ્રિક્સ દેશોનું મહત્વનું યોગદાન રહેશે. “કોવિડ બાદની વૈશ્વિક રિકવરીમાં બ્રિક્સ ઇકોનોમીની મહત્વની ભૂમિકા હશે. આપણી વચ્ચે વિશ્વની 42 ટકાથી વધારે વસ્તી વસે છે. આપણા દેશો ગ્લોબલ ઇકોનોમીના મુખ્ય એન્જિનમાંથી છે. બ્રિક્સ દેશો વચ્ચે વેપાર વધારવાનો ઘણો સ્કોપ છે.” પીએમ મોદીએ એકવાર ફરી દુનિયાને ભરોસો આપ્યો કે ભારતની વેક્સિન ઉત્પાદન અને ડિલિવરી ક્ષમતા આખા વિશ્વમાં માનવતાના હિતમાં કામે આવશે. ભારતમાં અમે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત એક બહોળી રિફોર્મ પ્રોસેસ ચાલુ છે. કોવિડ દરમિયાન ભારતીય ફાર્મા ઉદ્યોગની ક્ષમતાના કારણે અમે 50થી વધારે દેશોને દવાઓ મોકલી શક્યા હતા.  

narendra modi pakistan national news vladimir putin